________________
૩૫૦
દૈનિક - ભક્તિમ
ઋષભ. ૪
ઋષભ. ૫
ઋષભ. ૬
એક મુજ ટેક સુવિવેક સાહેબ સદા, તુજ વિના દેવ દુજો હું ન હું, તુજ વચન-રાગ સુખ સાગરે ઝીલતો,
કર્મભર ભ્રમ થકી હું ન બીહું. કોડી છે દાસ વિભુ તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારો, પતિતપાવન સમો જગત ઉદ્ધારકર,
મહેર કરી મોહે ભવજલધિ તારો. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબળ પ્રતિબંધ લાગો; ચમક પાષાણ જિમ લોહને ખેંચશે,
મુક્તિને તેમ તુજ ભક્તિ રાગો. ધન્ય તે કાય, જેણે પાય, તુજ પ્રણમીયે, તુજ થણે જેહ ધન્ય ધન્ય જિહા; ધન્ય તે હૃદય જેણે સ્વામી તુજ સમરતાં
ધન્ય તે રાત ને ધન્ય દીહા, ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા, એક ગુણ દેત મુજ શું વિમાસો ? રયણ એક દેત શી હાણ રયણાયરે ?
લોકની આપદા જેણે નાસો, ગંગ સમ રંગ તુજ કીર્તિ કિલ્લોલિની, રવિ થકી અધિક તપ-તેજ તાજો; નયવિજય વિબુધ સેવક હું આપનો,
જશ કહે અબ મોહે ભવ નિવાજો. Jain Education International For Private & Personal Use Only
ઋષભ. ૭
28ષભ. ૮
ઋષભ. ૯, www.jainelibrary.org