________________
દૈનિક - ભક્તિક્રમ
ફૂડકપટની બાજી ખેલી, દેશો દેશે ચણી હવેલી; અંત સમયે જાવું મેલી...એકલો.
૩૧૫
ઊગ્યો તે તો અસ્ત થવાનો, જન્મ્યો તે તો જરૂર જવાનો; અમર થયું ના, કોઈ થવાનો...એકલો.
૫
ક્ષણિક સુખમાં શું હરખાવું, એક દિન અહીંથી અળગા થાવું; પંખી પેઠે ઊડી જાવું...એકલો.
૬
શ્વાસ લખ્યા તે જગમાં લેવા, પૂરા થતાં ના મળશે રે'વા; દેવ દરબારે હિસાબ દેવો..એકલો.
(૪૬) સિકંદર શહેનશાહનાં ફરમાનો
મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો. મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો. .
જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબજોની મિલકત આપતાં એ સિકંદર ના બચ્યો. ..
૧
૨
૨
3
મારું મરણ થાતાં બધાં હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો. . . . . . આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું, વિકરાળ દળ ભૂપાળને નહિ કાળથી છોડાવી શક્યું. . . ૪
મારા બધા વૈદ્યો હકીમોને અહીં બોલાવજો,
મારી નનામી એ જ વૈદ્યોને ખભે ઉપડાવજો. ...... ૫
દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે ?
દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે ? . . . . . ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org