SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ દૈનિક - ભક્તિમ કવિ હોય તેણે સગ્રંથ બાંધવા, દાતાર હોય તેણે દાન દેવાં; પતિવ્રતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે તો ચિત્ત ધરવું. .... ૨ આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી; નરસૈયા'ના સ્વામીને, સ્નેહથી સમરતાં, ફરી નવ અવતરે નર ને નારી.. ૩ (૧૧) મૈત્રીભાવનું પવિત્ર ઝરણું રાગ - ભૈરવી) મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે....(ધ્રુવ) ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્ધ્વ રહે... ૧ દીન, કૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે; કિરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. .. ૨ માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું..... ૩ ચંદ્રપ્રભુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે; વેરઝેરના પાપ તજીને, મંગલ ગીતો એ ગાવે....... ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy