________________
૨૭૪
દૈનિક - ભક્તિક્રમ
કા૨ણે કરી, બ્યાસી પ્રકૃતિ પાપોની બાંધી, બંધાવી, અનુમોદી, મને કરી, વચને કરી, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં.
એક એક બોલથી માંડી કોડાકોડી યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અનંતાનંત બોલ પર્યંત મેં જાણવા યોગ્ય બોલને સમ્યક્ પ્રકારે જાણ્યા નહીં, સદ્ભા-પ્રરૂપ્યા નહીં તથા વિપરીતપણે શ્રદ્ધાન આદિ કરી, કરાવી, અનુમોદી, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડં. એક એક બોલથી માંડી યાવત્ અનંતા બોલમાં છાંડવા યોગ્ય બોલને છાંટ્યા નહીં અને તે મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં.
એક એક બોલથી માંડી યાવતુ અનંતાનંત બોલમાં આદરવા યોગ્ય બોલ આદર્યાં નહીં, આરાધ્યા-પાળ્યા-સ્પર્ધ્યા નહીં, વિરાધના ખંડનાદિક કરી, કરાવી અનુમોદી, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં.
હૈ જિનેશ્વર વીતરાગ ! આપની આજ્ઞા આરાધવામાં જે જે પ્રમાદ કર્યો, સમ્યક્ પ્રકારે ઉદ્યમ નહીં કર્યો, નહીં કરાવ્યો, નહીં અનુમોદ્યો; મન, વચન, કાયાએ કરી અથવા અનાજ્ઞા વિષે ઉદ્યમ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો; એક અક્ષરના અનંતમાં ભાગ માત્ર-કોઈ સ્વપ્નમાત્રમાં પણ આપની આજ્ઞાથી ન્યૂન-અધિક, વિપરીતપણે પ્રવર્તો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર
મિચ્છામિ દુક્કડં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org