________________
૨૬૮
દૈનિક - ભક્તિક્રમ બીજું પાપ મૃષાવાદ:
ક્રોધવશે, માનવશે, માયાવશે, લોભવશે, હાસ્ય કરી, ભયવશે ઇત્યાદિક કરી મૃષા વચન બોલ્યો, નિંદા-વિકથા કરી, કર્કશ, કઠોર, માર્મિક ભાષા બોલી ઇત્યાદિક અનેક પ્રકારે મૃષા, જૂઠું બોલ્યો, બોલાવ્યું, બોલતા પ્રત્યે અનુમોડ્યું તે સર્વે મનવચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે મૃષાવાદનો ત્યાગ કરીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. ત્રીજું પાપ અદત્તાદાનઃ
અણદીધી વસ્તુ ચોરી કરીને લીધી, વિશ્વાસઘાત કરી થાપણ ઓળવી, પરસ્ત્રી, પરધન હરણ કર્યો તે મોટી ચોરી લૌકિક વિરુદ્ધની, તથા અલ્પ ચોરી તે ઘર સંબંધી નાના પ્રકારનાં કર્તવ્યોમાં ઉપયોગ સહિતે ને ઉપયોગ રહિતે ચોરી કરી, કરાવી, કરતા પ્રત્યે અનુમોદો, મન-વચન-કાયાએ કરી; તથા ધર્મ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા વગર કર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે મારો પરમ કલ્યાણમય દિન થશે. ચોથું પાપ અબ્રહ્મઃ
મૈથુન સેવવામાં મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવ્યા; નવ વાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહિ; નવ વાડમાં અશુદ્ધપણે આ પ્રવૃત્તિ કરી; પોતે સેવ્યું, બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે
Jain Education International
FØP Private & Personal Use Only
www.jainelibrary.org