________________
દૈનિક - ભક્તિક્રમ
પહેલું પાપ પ્રાણાતિપાત ઃ
છકાયપણે મેં છકાય જીવની વિરાધના કરી; પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચૌરિંદ્રિય, પંચેંદ્રિય, સંશી, અસંશી, ગર્ભજ ચૌદે પ્રકારે સંમૂર્તિમ આદિ ત્રસ-સ્થાવ૨ જીવોની વિરાધના કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી, ઊઠતાં, બેસતાં, સૂતાં, હાલતાં, ચાલતાં, શસ્ત્ર, વસ્ત્ર, મકાનાદિક ઉપકરણો ઉઠાવતાં, મૂકતાં, લેતા, દેતાં, વર્તતા, વર્તાવતાં, અપડિલેહણા, દુપડિલેહણા સંબંધી, અપ્રમાર્જના, દુઃપ્રમાર્જના સંબંધી, અધિકી, ઓછી, વિપરીત પુંજના પડિલેહણા સંબંધી અને આહાર વિહારાદિક નાના પ્રકારનાં ઘણાં ઘણાં કર્તવ્યોમાં સંખ્યાતા, અસંખ્યાતા અને નિગોદ આશ્રયી અનંતા જીવના જેટલા પ્રાણ લૂંટ્યા, તે સર્વ જીવોનો હું પાપી અપરાધી છું, નિશ્ચય કરી બદલાનો દેણદા૨ છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ અપરાધ સર્વે માફ કરો. દેવસીય રાઈય, પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક સંબંધી વારંવાર મિચ્છામિ દુક્કડં. વારંવાર ક્ષમાવું છું. તમે સર્વે ક્ષમજો.
ખામેમિ સવ્વજીવે, સવ્વ જીવા ખરંતુ મે; મિત્તી મે સત્વ ભૂએસુ, વેરું મખ્ખું ન કેણઈ.
તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું યે કાયના જીવોના વૈ૨ બદલાથી નિવૃત્તિ પામીશ. સર્વ ચોરાસી લાખ જીવયોનિને અભયદાન દઈશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય
થશે.
Jain Education International
૨૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org