________________
દૈનિક - ભક્તિક્રમ
કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. . . . . . . ૧૪ અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. .... ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક...... ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? . ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? ... ૧૮ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ... ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્દગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ..... ૨૦
- શ્રીમદ્ રાજચંદ્ર
( ૫. શું સાધન બાકી રહ્યું
(તોટક છંદ) યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દૃઢ આસન પધ લગાય દિયો.
Jain Education Internatio
www.jainelibrary.org