________________
૨૪૦
દૈનિક - ભક્તિમ 'શનિવાર : સાયંકાળા
5.ઇe's Sાં
૭૯, આઠ દષ્ટિની સજઝાય (શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કૃત)
પ્રથમ મિત્રા દૃષ્ટિ
(ચતુર સનેહી મોહનાએ દેશી) શિવ સુખ કારણ ઉપદિશી, યોગતણી અડ દિઠ્ઠી રે; તે ગુણ થણી જિનવરનો, કરશું ધર્મની પુઠ્ઠી રે.
વીર જિનેસર દેશના. ૧ સઘન અઘન દિન રયણીમાં, બાલ વિકલ ને અનેરા રે; અર્થ જુએ જેમ જુજુઆ, તેમ ઓઘ નજરના ફેરા રે. વીર. ૨ દર્શન જે થયાં જુજુઓ, તે ઓઘ નજરને ફેર રે; ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમકિત દૃષ્ટિને હરે રે. . વીર. ૩ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિત કરી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે. વીર. ૪ દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુક્તિ પ્રયાણ ન ભાજે રે; રયણી નયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તેમ છાજે રે. વીર. ૫ એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહીએ રે; જિહાં મિત્રા તિહાં બોધ જે,
તે તૃણ અગનિસો લહીએ રે. વીર. ૬ વ્રત પણ યમ ઇહાં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે. વીર. ૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org