________________
૧૦૦
૨૨૦
દૈનિક - ભક્તિક્રમ જ્યાં નહિ મતિની મગ્નતા, તેની ન હોય પ્રતીત; જેની ન હોય પ્રતીત ત્યાં, કેમ થાય મન લીન? . . ૯૬ ભિન્ન પરાત્મા સેવીને, તત્સમ પરમ થવાય; ભિન્ન દીપને સેવીને, બત્તી દીપક થાય. ........ ૯૭ અથવા નિજને સેવીને, જીવ પરમ થઈ જાય; જેમ વૃક્ષ નિજને મથી, પોતે પાવક થાય. ... ..... ૯૮ એમ નિરંતર ભાવવું, પદ આ વચનાતીત; પમાય જે નિજથી જ ને, પુનરાગમન રહિત...... ૯૯ ચેતન ભૂતજ હોય તો, મુક્તિ અયત્ન જ હોય; નહિ તો મુક્તિ યોગથી, યોગીને દુઃખ નોય. ... સ્વપ્ન દૃષ્ટ વિનષ્ટ હો, પણ જીવનો નહિ નાશ; જાગૃતિમાં પણ તેમ છે, ભ્રમ ઉભયત્ર સમાન. .. ૧૦૧ અદુઃખભાવિત જ્ઞાન તો, દુઃખ આવ્યું ક્ષય થાય; દુઃખ સહિત ભાવે સ્વને, યથાશક્તિ મુનિરાય.... ૧૦૨ ઈચ્છાદિજ નિજ યત્નથી, વાયુનો સંચાર; તેનાથી તનયંત્ર સૌ, વર્તે નિજ વ્યાપાર. ........ ૧૦૩ જડ નિજમાં તનયંત્રને, આરોપી દુખી થાય; સુજ્ઞ તજી આરોપને, લહે પરમપદ-લાભ. . જાણી સમાધિતંત્ર આત્મજ્ઞાનાનંદ-ઉપાય; જીવ તજે બુદ્ધિને, દેહાદિક પરમાંય; છોડી એ ભવજનનીને, થઈ પરમાતમલીન; જ્યોતિર્મય સુખને લહે, ધરે નું જન્મ નવીન.. . . ૧૦૫
જન્મ Private & Personal Use Only
૧૦પ www.jainelibrary.org
Jain Education internati dal