________________
-
ક
દૈનિક - ભક્તિક્રમ
૧૭૧ છીએ, અને મન, વચન, કાયા આત્મભાવે અર્પણ કરીએ છીએ.
હે નાથ ! યથાયોગ્યતા વિનાની અમારી આ બાળચેષ્ટાને આપની અનુગ્રહ પૂર્વકની અનુપમ કૃપાદ્રષ્ટિથી નિભાવી લેશો.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ( ૬૦. શ્રી ભક્તામર સ્તોત્ર (શ્રી માનતુંગ આચાર્ય વિરચીત)
મંદાક્રાંતા) દિપાવે જે મુગટમણિના તેજને દેવતાના, સંહારે જે અઘતિમિરને માનવોના સદાના; જે છે ટેકારૂપ ભવમહીં ડૂબતા પ્રાણીઓને, એવા આદિ જિનચરણને વંદીને રૂડી રીતે. ........ ૧ જેની બુદ્ધિ અતિશય બની શાસ્ત્રનું તત્ત્વ જાણી, તે ઇંદ્રોએ સ્તુતિ પ્રભુ તણી રે કરી ભાવ આણી; ત્રિલોકીના જનમન હરે સ્તોત્ર માંહે અધીશ, તે શ્રી આદિ જિનવરતણી હું સ્તુતિને કરીશ. ...... ૨ દેવો સર્વે મળી કરે પૂજના આપ કેરી, મૂકી લજ્જા મતિહીન છતાં ભક્તિ મારી અનેરી; જોઈ ઇચ્છે ગ્રહણ કરવા પાણીમાં ચંદ્રને જે, નિશે એવી હઠ નહિ કરે બાળ વિના સહેજે. ...... ૩ સદ્ગુણોથી ભરપૂર તમે ચંદ્રવત્ શોભનારા, દેવોના યે ગુરુ નવ શકે ગુણ ગાઈ તમારા; જે સિધુમાં પ્રલય સમયે ઊછળે પ્રાણીઓ રે, તેને ક્યારે પણ તરી શકે કોણ રે બાહુ જોરે? ..... ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org