________________
૧૦
દૈનિક - ભક્તિમ રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. . . ૫
- શ્રીમદ્ રાજચન્દ્ર પ૯. શ્રી ભકત્તામર સ્તોત્રનો વિનય પાઠ - આજ્ઞાપાક
આ અવસર્પિણી કાળમાં સ્થાયી, નિત્ય, શાશ્વત, એવા પૂર્ણ સુખની સૌ પ્રથમ ખોજ કરનાર અને એ અક્ષય અને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ હેતુ મોક્ષમાર્ગનો ઉદ્યોત કરનાર વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ એવા શ્રી ઋષભદેવ પ્રભુને અમો અત્યંત ભક્તિથી નમસ્કાર કરીએ છીએ.
હે નાથ ! આપના ગુણગ્રામ કરતાં અનંત કર્મોની ક્રોડો ખપે છે અને મુક્તિનો માર્ગ ખુલ્લો થાય છે. અનાદિના પરિભ્રમણમાં જન્મોજન્મના ઉપાર્જિત કરેલ પાપકર્મો આપની સ્તુતિ કરવાથી તત્કાળ નાશ પામે છે.
હે દેવાધિદેવ ! દ્વાદશાંગીના અદૂભૂત રહસ્યોને જાણવાથી જેઓની બુદ્ધિ વિબુધ અર્થાત અતિશયવાળી બનેલ છે એવા સો સો ઇન્દ્રોની વાણી પણ આપના ગુણોનું વર્ણન કરવા સમર્થ નથી એ અપેક્ષાએ હે નાથ ! સાવ મતિહીન, શક્તિહીન અને વાણીથી અધૂરાં એવા અમો આજે આપની સ્તુતિ કરવા પ્રવૃત થયેલ છીએ, તેમાં હે જિનેશ્વર, આપના પ્રત્યેની અવિચળ શ્રદ્ધા, અતિશય ભક્તિ અને અનન્ય પ્રેમ જ એક માત્ર બળવાન કારણ છે.
- આપની મંગળ સ્તુતિના સ્તોત્ર પાઠ (શ્રી ભક્તામર Jain Sતોત્ર) reમાટે અમો આપની આજ્ઞાણેમજ આદેશ માંગીએrg