________________
૧૪૮
દૈનિક - ભક્તિક્રમ કષાયને પરવશ થઈ બહુ વિષયસુખ મેં ભોગવ્યાં, ચારિત્રના જે ભંગ વિભુ, મુક્તિ પ્રતિકૂળ થઈ ગયા; કુબુદ્ધિથી અનિષ્ટ કિંચિત્ આચરણ મેં આદર્યું, કરજો ક્ષમા સૌ પાપ તે મુજ રંકનું જે જે થયું... . . . . ૬ મન વચન કાયા કષાયથી કીધાં પ્રભુ મેં પાપ બહુ, સંસારનાં દુઃખબીજ સૌ વાવ્યાં અને હું શું કહું? તે પાપને આલોચના નિંદા અને ધિક્કારથી, હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. .... ૭ મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કુબુદ્ધિથી; કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી, સૌ દોષ મુક્તિ પામવા માગું ક્ષમા હું હૃદયથી.. . . . . ૮ મુજ મલિન મન જો થાય તો તે દોષ અતિક્રમ જાણતો, વળી સદાચારે ભંગ બનતાં દોષ વ્યતિક્રમ માનતો; તે અતિચારી સમજવો જે વિષયસુખમાં હાલતો, અતિ વિષયસુખ આસક્તને હું અનાચારી ધારતો. ... ૯ મુજ વચન વાણી ઉચ્ચારમાં તલભાર વિનિમય થાય તો, જે અર્થ માત્રા પદ મહીં, લવલેશ વધઘટ હોય તો; યથાર્થ વાણી ભંગનો, દોષિત પ્રભુ હું આપનો, આપી ક્ષમા મુજને બનાવો, પાત્ર કેવળ બોધનો. ... ૧૦ પ્રભુવાણી! તું મંગલમયી મુજ શારદા હું સમજતો,
વળી ઈષ્ટ વસ્તુ દાનમાં ચિંતામણિ હું ધારતો; Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org