SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૧૪૭ બુધવારઃ સાયંકાળ ૫૨. શ્રી અમિતગતિ સામાયિક (હરગીત છંદ) સૌ પ્રાણી આ સંસારનાં સન્મિત્ર મુજ વ્હાલાં થજો, સગુણમાં આનંદ માનું મિત્ર કે વેરી હજો; દુ:ખીઆ પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ પામો હૃદયમાં સ્થિરતા.. ૧ અતિ જ્ઞાનવંત અનંત શક્તિ દોષહીન આ આત્મ છે, એ મ્યાનથી તરવાર પેઠે શરીરથી વિભિન્ન છે; હું શ૨ી૨થી જુદો ગણું એ જ્ઞાનબળ મુજને મળો, ને ભીષણ જે અજ્ઞાન મારું નાથ ! તે સત્વ૨ ટળો.... ૨ સુખદુઃખમાં અરિમિત્રમાં સંયોગ કે વિયોગમાં, રખડું વને વા રાજભુવને રાચતો સુખભોગમાં; મમ સર્વકાળે સર્વ જીવમાં આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મુજ મોહ કાપી આ દશા કરુણાનિધિ. તુજ ચરણ કમળનો દીવડો રૂડો હ્રદયમાં રાખજો, અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત બાળજો; તદ્રૂપ થઈ તે દીવડે, હું સ્થિર થઈ ચિત્ત બાંધતો, તુજ ચરણયુગ્મની રજમહીં હું પ્રેમથી નિત્ય ડૂબતો. . . ૪ પ્રમાદથી પ્રયાણ કરીને વિચરતાં પ્રભુ અહીં તહીં, એકેન્દ્રિયાદિ જીવને હણતાં કદી ડરતો નહીં; ૩ છંદી વિભેદી દુ:ખ દઈ મેં ત્રાસ આપ્યો તેમને, કરજો ક્ષમા મુજ કર્મ હિંસક નાથ વીનવું આપને. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy