________________
૧૪૨
દૈનિક - ભક્તિક્રમ મમ સ્વરૂપ હૈ સિદ્ધસમાન, અમિત-શક્તિ સુખ-જ્ઞાન નિધાન; કિંતુ આશવશ ખોયા જ્ઞાન, બના ભિખારી નિપટ અજાન. ૨ સુખ દુઃખ દાતા કોઈ ન આન,મોહ રાગ રુષ દુઃખકી ખાન; નિજકો નિજ પરકોપર જાન, ફિરદુઃખકા નહિ લેશ નિદાન. ૩ જિન શિવ ઈશ્વર બ્રહ્મા રામ, વિષ્ણુ બુદ્ધ હરિ જિસકે નામ; રાગ ત્યાગ પહુંચું નિજધામ, આકુલતાકા ફિર કયા કામ. ૪ હોતા સ્વયં જગત પરિણામ, મેં જગકા કરતા ક્યા કામ; . દૂર હટો પરકૃત પરિણામ, સહજાનંદ રહું અભિરામ. . ૫
ત્રણ મંત્રની માળા ૧. સહજાત્મસ્વરૂપ પરમગુરુ. ૨. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. ૩. પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ.
- ક્ષમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી
Jain Education 9ernational
För Private & Personal Use Only
www.jainelibrary.org