________________
દૈનિક - ભક્તિક્રમ
બુધવારઃ પ્રાતઃકાળ
૪૫. પ્રભુ પ્રાર્થના (દોહરા)
જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન... નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન; અભિવંદન અભિવંદના, ભયભંજન ભગવાન. ધર્મધરણ તા૨ણતરણ, શરણ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવનક૨ણ, ભયભંજન ભગવાન.. ભદ્ર ભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન...
૧૩૧
સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન.
૧
-
અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન..... ૫ આનંદી અપવર્ગી તુ, અકળ ગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન ............ .. § નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન.
८
સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન;
ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. .... ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org