SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ દૈનિક - ભક્તિક્રમ જય જય જિનેન્દ્ર, અખિલ અજેન્દ્ર, જય જિનચન્દ્ર હે દેવા; હું શરણ તમારે, આવ્યો દ્વારે, ચઢજો વ્હારે કશું સેવા; સુખશાંતિદાતા, પ્રભુ પ્રખ્યાતા, દિલના દાતા હે સ્વામી. સહજા. ૧ જય મંગલકારી, બહુ ઉપકારી, આશ તમારી દિલ ધરીએ; અભય પદ ચહું છું, કરગરી કહું છું, શરણે રહું છું સ્તુતિ કરીએ; આ લક્ષચોરાસી, ખાણજ ખાસી, જઉં છું ત્રાસી હે સ્વામી. સહજા. ૨ નવ જોશો કદાપિ, દોષો તથાપિ, કુમતિ કાપી હે ભ્રાતા; મુક્તિપદદાતા, પ્રમુખ મનાતા, સન્મતિદાતા હે ત્રાતા: કૃતિઓ નવ જોશો અતિશય દોષો સઘળા ખોશો હે સ્વામી. સહજા૩ હું પામર પ્રાણીનું દુઃખ જાણી, અંતર આણીને તારો; ઘર ધંધાધાણી શિર લઈ તાણી, ભટક્યો ખાણી ભવ ખારો; મને રસ્તે ચડાવો, કદી ન ડગાવો, ચિત્ત રખાવો દુઃખવામી. સહજા. ૪ ઉત્તમ ગતિ આપો, સદૂધર્મ સ્થાપો, કિલ્પિષ કાપો હાથ ગ્રહી; પ્રકાશે પ્રતાપો, અખિલ અમાપો, ભવદુઃખ કાપો નાથ સહી; અવનીમાં તમારો સૌથી સારો જે શુભ ધારો સુખધામી. સહજા. ૫ Jain Education International છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy