________________
દૈનિક - ભક્તિક્રમ
૩. સમાધાન - સદ્ગુરુ વાચ: (કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે
- સદ્ગુરુ સમાધાન કરે છે:-) હોય ને ચેતન પ્રેરણા, કોણ રહે તો કર્મ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ..... ૭૪ જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ ... ૭૫ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ......... ૭૬ કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષપ્રભાવ...... ૭૭ ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ......... ૭૮
૪. શંકા- શિષ્ય ઉવાચ: (તે કર્મનું ભોક્તાપણું જીવને નહિ હોય ? એમ શિષ્ય કહે છે –). જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય? ..... ૭૯ ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોક્તાપણું સધાય; એમ કહ્યું ઈશ્વરત શું, ઈશ્વરપણું જ જાય. ... ૮૦ ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્ય સ્થાન નહિ કોય..... ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org