SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દૃશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ... જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય.. કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ....... ૬૬ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. આત્મા પ્રત્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય... અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. .... ૬૯ ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, જેમાં ભળે તપાસ. ....... ૭૦ ૩. શેકા - શિષ્ય ઉવાચ: (આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે :-) કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ અથવા સહજ સ્વભાવ કો, કર્મ જીવનો ધર્મ. ..... ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. . માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; - કર્મતણું કર્તાપણું, કાં નહિ કાં નહિ જાય. . . . . .:: ૭૩ *: www.jainelibrary.org • • • • ૭૨ Jain Education international For Private & Personal use inly
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy