________________
આ વિશ્વમાં અનંત ચેતન તથા અનંતાનંત અચેતન દ્રવ્યોથી બનેલું છે. ચેતન એ જીવદ્રવ્ય છે અને જૈન દર્શનાનુસાર, અચેતન એ (૧) પુદ્ગલ, (૨) ધર્માસ્તિકાય, (૩) અધર્માસ્તિકાય, (૪) આકાશ અને (૫) કાળ એવા પાંચ દ્રવ્યો છે. આ સર્વ દ્રવ્યોને અનંત પ્રકારના સ્વભાવ હોય છે, જેને ગુણ અથવા ધર્મ પણ કહે છે. તેમાં મુખ્ય સ્વભાવ તે પોતે દ્રવ્યથી નિત્ય ટકીને પોતાની અવસ્થાઓમાં નિરંતર ફેરફાર થવો તે છે. આ નિરંતર ફેરફારો થવાની ક્રિયાને પરિણમનક્રિયા કહે છે. આમ પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવ પ્રમાણે નિરંતર પરિણમ્યા કરે છે. આ પરિણમનેજ ભાવ કહે છે. એટલે કે ભાવનું લક્ષણ પરિણામ માત્ર છે. આપણે અહીં જીવ દ્રવ્યના ભાવ વિશે વિચારણા કરવી છે.
જીવના અસાધારણ ભાવો
શ્રી જયંતભાઈ શાહ
જીવદ્રવ્યની અપેક્ષાએ તેને પોતાના પાંચ પ્રકારના ભાવ હોય છે. જે અન્ય અચેતન દ્રવ્યોમાં કદી જોવામાં આવતા નથી. તેથી જ જીવદ્રવ્ય આ પાંચ ભાવોને લીધે અજીવદ્રવ્યોથી જુદાં પડે છે. માટે આ પાંચ ભાવો જીવના
અસાધારણ ભાવો કહેવાય છે. અસાધારણ એટલે વિશેષ અર્થાત્ જે અન્ય કોઈ દ્રવ્યોમાં ન હોય તે.
જીવના પાંચ અસાધારણ ભાવો આ પ્રમાણે છે. (૧) ઔપશમિકભાવ, (૨) ક્ષાયિક ભાવ, (૩) ક્ષાયોપશમિક ભાવ, (૪) ઔદયિકભાવ અને (૫) પારિણામિક ભાવ. જોકે ભેદની અપેક્ષાએ તો જીવના ભાવો અસંખ્યાત લોકપ્રમાણ એટલે કે અનંત હોય છે પરંતુ સ્થૂળપણે આ પાંચ મુખ્ય ભાવોમાં તે સર્વ ભાવોનો સમાવેશ
તીર્થ-સૌરભ
૦૬
Jain Education International
કરી દેવામાં આવ્યો છે. આ પાંચેય ભાવો ઉપર જણાવ્યા પ્રમાણે ક્રમપૂર્વક જ હોય છે. શાસ્ત્રોમાં, આત્માનું જે ત્રિકાળી સ્વરૂપ અને નિગોદથી સિદ્ધદશા સુધીની સર્વ અવસ્થાઓનું વર્ણન કર્યું છે એટલે કે જીવના ચૌદ ગુણસ્થાન આરોહણાદિની વ્યવસ્થા જે બતાવી છે તે સર્વ, આ પાંચ ભાવોમાં સમાવી દીધા છે.
જીવના અનંત ગુણોમાં જે પ્રયોજનભૂત મુખ્ય ગુણ છે તે સમ્યગ્દર્શન છે. જેના દર્શનમોહનીયની અપેક્ષાએ ત્રણ ભેદ કરવામાં આવ્યા છે (૧) ઔપશમિક, (૨) ક્ષાયોપશમિક અને (૩) ક્ષાયિક. આ ત્રણ ગુણ જ એટલે કે ભાવો જ જીવના મોક્ષનું કારણ બને છે. ચોથા નંબરનો ઔદયિકભાવ તે કર્મબંધ કરાવે છે, જે સંસારનું કારણ બને છે અને પાંચમો પારિણામિકભાવ તે બંધમોક્ષની સર્વ ક્રિયા રહિત છે. ખરેખર તો જીવનો ક્ષાયિકભાવજ મોક્ષનું કારણ છે કેમકે આ ભાવનું નિમિત્ત પામીને જ દ્રવ્યકર્મોનો આત્મપ્રદેશોથી અભાવ થાય છે. મોક્ષ તો ક્ષાયિક પર્યાય છે. આ ક્ષાયિકભાવ થયા પહેલા મોહના ઔપશમિકભાવ તથા ક્ષાયોપશમિકભાવ ક્રમથી થતા હોય છે. ત્યારપછી જ જીવને ક્ષાયિકભાવ પ્રગટે છે ત્યારે દ્રવ્યકર્મોનો નિશ્ચયથી સ્વયં અભાવ થાય છે.
હવે આ પાંચેય ભાવોને સંક્ષેપમાં સમજીએ : (૧) ઔપશમિકભાવઃ સાધક જીવ, જ્યારે પોતાના સત્ય પુરુષાર્થથી યથાર્થપણે જ્ઞાયકનો આશ્રય લે છે ત્યારે તેને જે સમ્યગ્દર્શન પ્રગટે છે તે ઔપશમિક સમ્યગ્દર્શન જ હોય છે. તેથી ઔપશમિકભાવનો પ્રથમ ક્રમ આપ્યો છે. અહીં
For Private & Personal Use Only
રજતજયંતી વર્ષ : ૨૫
www.jainelibrary.org