SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ कार्यं च किं ते परदोषदृष्टया __ कार्यं च किं ते परचिन्तया च॥ वृथा कथं खिधसि बालबुद्धे। कुरु स्वकार्य, त्यज सर्वमन्यत्॥ ' અર્થાત્ હે બાલબુદ્ધિ જીવ! પરદોષદૃષ્ટિથી તને શું પ્રયોજન? પરની ચિંતા કરવાથી તને શું ફાયદો? નિરર્થક તું શા માટે ખેદ પામે છે? તું તારું કાર્ય કર. અન્ય સર્વ વાતને છોડ! આપણે કાગદૃષ્ટિવાળા છીએ કે હિંસદૃષ્ટિવાળા તેનું અંતર્નિરીક્ષણ કરવું જોઈએ. આપણે બીજાના દુર્ગુણોને જાહેર કરીએ છીએ અને આપણા દુર્ગુણોને છાવરવાનો પ્રયાસ કરીએ છીએ! સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે, नागुणी गुणान् वेत्ति, गुणा गुणीषु मत्सरी। गुणी च गुणरागी च सरलो विरलो जनः॥ અર્થાત્ જે સ્વયં દુર્ગુણી હોય તે તો બીજાના ગુણોને જાણતો જ નથી, એક ગુણવાનને બીજા ગુણવાનની ઇર્ષ્યા થાય છે. સ્વયં ગુણવાના હોય અને અન્યના ગુણોનો અનુરાગી હોય તેવા મનુષ્યો આ જગતમાં જૂજ હોય છે. જો આપણી કોઈ નિંદા કરે તો આપણને ના ગમે, પરંતુ જેની નિંદા થાય છે તેના કર્મો ખપે છે અને નિંદકના કર્મો બંધાતા જાય છે. એટલે જ કબીરદાસજી જણાવે છે, “નિંદક નિયરે રાખીએ, આંગન કુટિ છવાય, બિન પાની, બિન સાબૂના, નિર્મલ કરે સુભાય.” ખરેખર તો આપણે અન્યના સદ્ગુણો જોઈ આનંદિત થવું જોઈએ. ગુણથી ભરેલા ગુણીજનદેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્થ્ય રહે શ્રીકૃષ્ણ ભગવાને એકવાર ધર્માત્મા યુધિષ્ઠિર અને દુર્યોધનને કહ્યું કે આપણાં નગરમાં સદ્ગણી અને દુર્ગણી માણસો કેટલાં છે તેની તપાસ કરીને આવો. નગર તો એક નરજતજયંતી વર્ષ : ૨૫) જ હતું પણ યુધિષ્ઠિર જ્યાં ગયા ત્યાં બધા તેમને સદ્ગણી જ દેખાયા અને દુર્યોધન જ્યાં ગયા ત્યાં બધા લોકો તેમને દુર્ગુણી જ દેખાયા! કહેવત છે ને કે, “કમળો હોય તેને બધું પીળું દેખાય.” દુર્યોધન દોષદૃષ્ટિવાળો હોવાથી. એમને કોઈનામાં ગુણ ન દેખાયો, જ્યારે યુધિષ્ઠિરમાં ગુણગ્રાહક દૃષ્ટિ હોવાથી બધામાં એમને ગુણ જ દેખાયા. “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ'. જો આપણી દ્રષ્ટિ સુધરે તો સૃષ્ટિ સુધરેલી લાગે ! જેમનામાં આપણને દોષ દેખાય ત્યારે વિચારવું કે આખરે તો તે અનંતગુણોનો માલિક આત્મા છે. આમ, ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવવાથી જરૂર આત્મકલ્યાણ થાય. આપણે બીજાના પર્વત સમાન દોષને રાઈ સમાન જોવા અને આપણા રાઈ સમાન દોષને પર્વત સમાન ગણવા. આપણી દૃષ્ટિ પરના દોષો પર પડે ત્યારે વિચારવું કે બીજાના દોષો જોવાનો મને શો અધિકાર છે? શું હું સર્વગુણસંપન્ન છું? શું મારામાં કોઈ દોષ જ નથી? પરના દોષ જોઈને હું કર્મબંધ જ વધારું છું. શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, “હે પ્રભુ હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળા અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંચ એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું?” જો આપણે આપણા દોષોનું અંતર્નિરીક્ષણ ન કરીએ, તેનો સ્વીકાર જ ન કરીએ તો જીવનની સુધારણા કેવી રીતે થઈ શકે? માટે, આપણે અહંકાર અને માયાચાર છોડી નિષ્પક્ષપણે અંતરંગ દોષોનું અવલોકન કરી તેનો સ્વીકાર કરવો જોઈએ. મહાપુરુષો તો જાહેરમાં પોતાના દોષોનો એકરાર કરે છે, ભક્તકવિ સૂરદાસજી જણાવે છે : તીર્થ-ઓંરભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy