________________
આમ, માત્ર સંસ્થાકીય માહિતીરૂપ ન બનતાં, સંસ્કાર, નીતિ, સદાચાર જીવનવિકાસ અને આધ્યાત્મિકતાને પોષતા આ ગ્રંથ દ્વારા આપણા જીવનમાં વાત્સલ્ય અને પ્રભાવના ગુણોની વૃદ્ધિ થાય અને આપણા સત્કાર્યોની અનુમોદના કરતા શીખીએ એ મુખ્ય પ્રયોજન છે.
અંતમાં, આ ગ્રંથનું વાચન-મનન કરી, આપણે સૌ તેમાંથી પ્રેરણા લઈને દેવ-ગુરુ-ધર્મની સાચી ભક્તિની વૃદ્ધિ સહિત દિવ્ય-ષ્ટિનો વિકાસ કરીએ, દઢતાથી જીવન વિકાસની કેડીએ આગળ વધતાં માર્ગમાં આવતી કોઈ પણ મુસીબતોથી ન ડરીને જીવનનું સાચું સત્વ પ્રગટાવીએ એ જ પ્રભુ પાસે પ્રાર્થના.
વિવિધ વાચનસામગ્રી પ્રસ્તુત કરવામાં વિગતદોષ ન આવે અને સંતુલિત પાથેય મળે તેવા પ્રયત્નમાં અને ક્યાંય ચૂકી ગયા હોઈએ તો પ્રબુદ્ધ વાચકવર્ગને તે તરફ અંગુલિનિર્દેશ કરવા વિનંતી કરીએ છીએ. આ ગ્રંથ પ્રગટ કરવામાં લેખકો, કવિઓ, વિધાનિષ્ઠ મહાનુભાવો અને સાધકો ઉપરાંત શ્રી જ્યોતીન્દ્રભાઈ દોશી, શ્રી અશોકભાઈ શાહે જે પ્રેમપરિશ્રમ અને કોઠાસૂઝથી સુંદર યોગદાન આપ્યું છે તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. વળી તેના પ્રિન્ટિંગમાં જુદી જુદી રીતે સહયોગ આપનાર સૌ કોઈનો આભાર માની વિરમીએ છીએ.
સાહિત્ય પ્રકાશન સમિતિ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org