SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સુધરશે, વિચાર, વાણી અને વર્તન વધુ હકારાત્મક બનશે. સામાજિક શાંતિમાં તમારું યોગદાન લેખાશે. ભગવાનની તો તમે રોજ ભક્તિ કરો છો, ધૂપ-દીપ કરો છો, પાંચ-પચ્ચીસ પલાંઠી વાળી સ્તુતિ-વંદના પણ કરો છો પણ જીવન વ્યવહારમાં એ ધૂપ કે ભક્તિની સુવાસ જોવા નથી મળતી, વ્યવહારમાં તમારી પ્રત્યેક હિલચાલ પોતાના સ્વાર્થ પૂર્તિ માટે જ થતી જોવા મળે છે. ગ્રાહક એ તમારે મન ભગવાને મોકલેલ દૂત નથી, બેઈમાની કરી રૂપિયા રળી લેવાનું માધ્યમ છે. તમે રોજે રોજ જીવનને આ રીતે અભડાવીગબડાવી રહ્યા છો-તમને જીવનનો આનંદ મળવાને બદલે થાક મળે છે-આ થાક તમારી જીવનશૈલીની નીપજ છે. એક પતંગિયું જેટલી હળવાશથી ઉડાઉડ કરે છે એટલી હળવાસ જિંદગીમાં ખોઈ બેસવાને કારણે તમને જીવન એક ઢસરડો લાગે છે. જીવનમાં હળવાશ જોઈતી હોય તો પોતાના સ્વાર્થની પૂર્તિ દ્વારા નહીં આવે, બીજાને માટે ઘસાઈ છૂટી ઊજળા થવાથી આવશે. તમારો પ્રત્યેક વ્યવહાર અપેક્ષાથી જોડાયેલો છે. તમે જ્યારે કોઈને પણ કશું આપો છો ત્યારે તેની પાસેથી ભવિષ્યમાં કશુંક પણ પામવાનું ગણિત તમે માંડો છો. આવું ગણિત તમને વસ્તુસામગ્રી કદાચ અપાવવામાં સફળ પણ થશે પણ તમારા જીવનનો, તમારા આનંદ અને પ્રેમનો એક ટુકડો તે ગળી જશે. જીવન આવા અનેક ટુકડામાં વહેરાઈ ગયા પછી તમે જીવનની સમગ્રતાનાં આનંદને માણવા માટેનું કૌવત લગભગ બધું જ ખોઈ બેઠા હોવ છો. એકેક બિંદુથી સાગર બને છે અને એક એક ક્ષણ જ જીવન. જે બિંદુને પિછાની લે છે તે સાગરને રજતજયંતી વર્ષ : ૨૫ Jain Education International જાણી લે છે અને જે ક્ષણને પ્રાપ્ત કરી લે છે તે જીવનને પ્રાપ્ત કરી લે છે. તમે ક્ષણને વેડફો છો અને જીવનને માણવું છે-એ શક્ય નથી. આપણે કોઈના ઉપર પ્રેમ કરીએ અને સામે એની પાસેથી પ્રેમ મળે નહીં તો અકળાવું નહીં. ' જેવા સાથે તેવા'ની કહવેત પ્રમાણે આપણે પણ પછી ધિક્કારને માર્ગે ચાલવાનું પસંદ કરીએ છીએ. પણ આ માર્ગ જીવનનો નથી, મૃત્યુનો છે. સામો માણસ શુષ્ક હોય, કોરો ને કોરો હોય, પ્રેમનો જવાબ ના આપે તેવો હોય, એ અનુભવથી કે અટકળથી આપણે પ્રેમ કે સ્નેહના વ્યવહારો કરવાનું માંડી વાળીએ એ બરાબર નથી. સામો માણસ શુષ્કધર્મી હોય તો ભલે એ તેના સ્વભાવને અનુસરે, આપણે તેના જેવા બનીને તેના સ્વભાવને આપણો સ્વભાવ શા માટે બનાવીએ? આપણે આપણી ભીતર વહેતા સ્નેહકરૂણાના ઝરણાંને શા માટે સૂકવી નાખવું? એને કારણે બીજો પણ નિષ્લેમ થાય તો દુનિયામાં કોરાપણું બેવડાયું. એ પાપ આપણે શા માટે આચરવું? સામો માણસ કપટી હોય, લુચ્ચો હોય તો એને ઓળખીએ પણ એને માત કરવા આપણે સવાયા કપટી ના બનાય. આવું સવાયુપણું આપણા જીવનનાં મધુર સંગીતને કાળક્રમે બેસૂરું બનાવે છે. જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાનો સંગમ છે - કોઈ એક નદી પણ સૂકાય તો સરવાળે જીવનને જ નુકસાન છે. યાદ રાખવા જેવી વાત એ છે કે તમારા જીવનમાં વરસો ઉમેરવાની વાત મોટી નથી, પણ તમારાં વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે. માનવી કેવી રીતે મૃત્યુ પામે છે એ વાત મહત્ત્વની નથી, પણ મહત્ત્વની વાત એ છે કે તે કેવી રીતે જીવે છે. આપણે એવી રીતે જીવન જીવવાનો For Private & Personal Use Only તીર્થ-સૌરભ ૧૧૭ www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy