________________
કર
જws
धर्मः मङ्गलमुत्कृष्टं, अहिंसा संयमः तपः।
देवाः अपि तं नमस्यन्ति, यस्य धर्मे सदा मनः॥ ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એનાં લક્ષણો છે. જેનું મન ધર્મમાં હંમેશાં રમ્યા કરે છે, તેને દેવો પણ નમે છે.
यः च कान्तान् प्रियान् भोगान्, लब्धान् विपृष्ठीकरोति।
स्वाधीनान् त्यजति भोगान्, स हि त्यागी इति उच्यते॥ કાન્તા અને પ્રિય ભોગો પોતાને ઉપલબ્ધ હોવા છતાં એની સામે જે પીઠ ફેરવી નાખે છે અને સ્વેચ્છાએ ભોગોને છોડે છે, એ સાચો ત્યાગી કહેવાય.
यः सहस्रं सहस्राणां, संग्रामे दुर्जये जयेत्।
एकं जयेदात्मानम् एष तस्य परमो जयः॥ દુર્જય યુદ્ધમાં જે હજારો યોદ્ધાઓને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પોતાની જાતને જ જીતે છે તેનો એ વિજય પરમ વિજય છે.
अहमेकः खलु शुद्धः, निर्ममतः ज्ञानदर्शनसमग्रः।
तस्मिन् स्थितस्तच्चित्तः, सर्वानेतान् क्षयं नयामि॥ હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું તથા જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છે. પોતાના આ શુદ્ધ સ્વભાવમાં સ્થિત અને તન્મય બની હું આ બધા (પરકીય ભાવો)નો ક્ષય કરું છું.
आहारासन-निद्राजयं, च कृत्वा जिनवरमतेन।
ध्यातव्यः निजात्मा, ज्ञात्वा गुरुप्रसादेन॥ જિનદેવની આજ્ઞા પ્રમાણે આહાર, આસન તથા નિદ્રા પર વિજય પ્રાપ્ત કરી, ગુરુકૃપા વડે જ્ઞાન મેળવી નિજાત્માનું ધ્યાન ધરવું જોઈએ.
विरम विरम संगात् मुञ्च मुञ्च प्रपञ्चम् विसृज विसृज मोहं विद्धि विद्धि स्वतत्त्वम्। कलय कलय वृत्तं पश्य पश्य स्वरूपम्
कुरु कुरु पुरुषार्थं निवृत्तानन्दहेतोः॥ હે આત્મન્ ! સર્વ સંગ, પરિગ્રહથી વિરામ પામ, વિરામ પામ. જગતના પ્રપંચોનો ત્યાગ કર, ત્યાગ કર. મોહને તજી દે, તજી દે. આત્મતત્ત્વનો બોધ પામ, બોધ પામ. ચારિત્રનો અભ્યાસ કર, અભ્યાસ કર. પોતાના આત્મસ્વરૂપ તરફ દૃષ્ટિ કર, દૃષ્ટિ કર અને મોક્ષસુખના અનંત આનંદ માટે પુરુષાર્થ કર, પુરુષાર્થ કર.
તીર્થ-સૌરભ
રજતજયંતી વર્ષ : ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org