________________
(૧૬) ક્ષળવિ સજ્જનસંતિલા भवति भवार्णवतरणे नौका |
૧૨
એક ક્ષણનો પણ સત્તમાગમ સંસારસમુદ્ર તરવામાં નૌકા સમાન થાય છે.
(૧૭) બાહ્યં ઘિયો હરતિ સિંપતિ યાત્તિ સર્જ मानोन्नतिं दिशति पापमपाकरोति । चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति
सत्संगतिः कथय किन करोति पुंसाम्
કહો સત્સંગથી પુરુષોને શું શું પ્રાપ્ત નથી થતું ? સત્સંગ બુદ્ધિની મૂઢતાને હરી લે છે, વાણીમાં સત્યનું સિંચન કરે છે. સ્વમાનને વધારે છે, પાપને દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન કરે છે અને સુયશને સર્વત્ર ફેલાવે છે.
(૧૮) જ્ઞાનોપાન્તિરશાનું જ્ઞાન જ્ઞાનિસમાશ્રયઃ । ददाति यत्तु यस्यास्ति सुप्रसिद्धमिद वचः ॥
જ્ઞાનીના આશ્રયે જ્ઞાન, અન્નથી અજ્ઞતા મળે,
હોય જેની કને જે તે, આપે' લોકોકિત એ ફળે.
(૧૯) સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગવેષવો, અને આત્માને ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષવોઃ તેમ જ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
(‘દ્વાદશાંગી’નું સળંગ સૂત્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org