________________
(એક ઘડી, અડધી ઘડી કે તેની પણ અડધી ઘડી માટેનો સંતનો
સમાગમ કરોડો અપરાધોને ટાળે છે.) (૧૩) ZMાં નિત્તે શમતિ મતં નમાવિષmતિ
नीतिं सूते हरति विपदं संपदं संचिनोति । पुंसालोकद्वितयशुभदा संगतिः सजनानाम् किं वा कुर्यान फलममलं दुःखनिर्नाशदक्षः ચિત્તની તૃષ્ણા અને અભિમાનને બુઝાવે છે, દુઃખો હરી લે છે, સંપત્તિને વધારે છે, આ લોક અને પરલોકમાં પુણ્યોદય પ્રાપ્ત કરાવે છે અને દુઃખોનો સર્વથા નાશ કરવાવાળા નિર્મળ ફળને આપે છે. જે
- આ સપુરુષોની સંગતિ શું શું નથી કરતી ? (૧૪) સંતકૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને,
શ્વાસોશ્વાસે સમરણ કરતાં. પાંચે પાતક જાય જોને, સંત સેવતાં સુકૃત વાધે, સહેજે સીધે કાજ જોને,
પ્રીતમના સ્વામીને ભજતાં, આવે અખંડ રાજ જોને. (૧૫) સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગનો લાભ મળ્યો કે તેના પ્રભાવ
વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે.
અવશ્ય આ જીવે, પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે, કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.
સત્સંગ થયો છે તેનો શું પરમાર્થ ? સત્સંગ થયો હોય તે જીવની દશા કેવી થવી જોઈએ ? તે ધ્યાનમાં લેવું. પાંચ વરસનો સત્સંગ થયો છે તો તે સત્સંગનું ફળ જરૂર થવું જોઈએ – અને જીવે તે પ્રમાણે વર્તવું જોઈએ. એ વર્તન જીવે પોતાના કલ્યાણ અર્થે જ કરવું પણ લોકોને દેખાડવા અર્થે નહિ. જીવના વર્તનથી લોકમાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કોઈ પુરુષ છે અને તે પુરુષના સમાગમનું – સત્સંગનું – આ ફળ છે, તેથી જરૂર તે સત્સંગ છે એમાં સંદેહ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org