SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે સમય ક્યાં વાપરવો એની ખબર નહિ હોવાથી આપણો મોટા ભાગનો સમય વિકથામાં તથા પ્રમાદમાં ચાલ્યો જાય છે, તેને સત્સંગમાં વાળી લઈએ તો આત્માનું કેટલું હિત થાય ? સત્સંગની વિશેષ આરાધના (૧) સમય અને સ્થાન જેને આત્મકલ્યાણની જિજ્ઞાસા ઊપજી છે તેવા સાધકે વર્ષમાં ઓછામાં ઓછો બે વાર, ત્રણથી માંડીને સાત દિવસનો સમય સત્સંગ-આરાધનાને માટે ફાજલ પાડવો જોઈએ. આ સમય દરમિયાન પોતાના નોકરી-ધંધાના રોજિંદા વ્યવસાયથી નિવૃત્તિ લઈ, પરિવાર-સહિત અથવા એકલા, એકાંત તીર્થસ્થાનોમાં, મહાત્માઓની તપોભૂમિમાં અથવા સંતો રહેતા હોય તેવાં ગુરુકુળ આશ્રમાદિ સ્થાનોમાં નિવાસ કરવો જોઈએ. આ પ્રકારની ભૂમિમાં સંતોના યોગબળની અસરથી વાતાવરણમાં પવિત્રતાનાં સ્પંદનો વ્યાપી રહ્યાં હોય છે અને સહેજે સહેજે સાધકને આચારવિચારની શુદ્ધિની આરાધનામાં પ્રેરણાબળ મળ્યા કરે (૨) દિનચર્યા : નિશ્ચિતતાઃ જ્યારે ઘેરથી સત્સંગ અર્થે નીકળીએ ત્યારથી માંડીને સત્સંગ સમાપ્ત ન થાય ત્યાં સુધી કુટુંબ-વ્યાપારાદિ વિષયક સમાચારની આપ-લે, પત્ર, ટેલિફોન કે તાર દ્વારા ન કરવી જોઈએ. જે રીતે સરહદ પર ફરજે રહેલા જવાનને તેના કુટુંબાદિથી છૂટો કરવામાં આવે છે તે રીતે અહીં પણ અધ્યાત્મ-સરહદ ઉપર આત્મશુદ્ધિરૂપી ફરજ પર ગયેલા સાધકે કમર કસવી રહી. કોઈ ખાસ મોટી માંદગી કે અકસ્માત આદિ કારણો બને તો આ નિયમમાં અપવાદ સમજવો. નિયમિતતા : જેટલા દિવસ સત્સંગનો યોગ રહે તેટલા દિવસ નિયમિત દૈનિચર્યા પાળીને રાત્રે સૂતાં પહેલાં ડાયરીમાં તેની નોંધ કરવી જોઈએ જેથી સમયનો કેવો અને કેટલો સદુપયોગ કે વ્યય થયો તેનો તુરત જ ખ્યાલ આવી જાય. સૂર્યોદય પહેલાં ઓછામાં ઓછા એક કલાક વહેલા ઊઠીને ભક્તિ, જાપ કે ધ્યાનમાં લાગી જવું જોઈએ. પોતાની શક્તિ અને સ્થિતિ જોઈને તે સાધના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001284
Book TitleSadhna Sopan
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy