________________
અધ્યાય પહેલો
સત્સંગ
સત્સંગનું સ્વરૂપ :
આત્મજ્ઞાની-આત્માનુભવી સંતના સાનિધ્યમાં રહી આત્મકલ્યાણ માટે ઉદ્યમ કરવો તે ખરેખરો સત્સંગ છે, પરંતુ સત્સંગના બીજા પ્રકાર પણ છે. મુમુક્ષુ-આત્માર્થીજનોના સંગમાં રહેવું તે પણ સત્સંગ છે. મુનીશ્વરોના સંગને તો પરમ સત્સંગ કહેવામાં આવે છે. આચાર્યો અને સંતોનાં વચનોનો પરિચય કરવો તે પણ સત્સંગનો એક પ્રકાર કહ્યો છે. જે સંગથી પરમાર્થનો રંગ લાગે તેને જ સત્સંગ સમજવો. નહિતર ગમે તેવો સંગ હોય પણ જો આત્મશુદ્ધિના પુરુષાર્થમાં પ્રેરણા ન મળે તો તેને સત્સંગ ગણી શકાય નહિ.
સત્સંગની સામાન્ય આરાધના સત્સંગ તે આત્મસાધનાનું મુખ્ય પ્રેરક બળ છે. સામાન્ય કક્ષાના ગૃહસ્થ સાધકે અઠવાડિયામાં ઓછામાં ઓછો બે વાર સત્સંગનો યોગ પ્રાપ્ત કરવો રહ્યો. જેનાથી વિશેષ પુરુષાર્થ બની શકે તેણે તો સત્સંગનો લાભ દરરોજ લેવો જોઈએ જેથી આત્મજાગૃતિનું સાતત્ય જળવાય. નોકરી કરનાર વર્ગ અઠવાડિક રજાને દિવસે જરૂર લાભ લેવો ઘટે. જ્યારે વ્યાપારી વર્ગ તો દરરોજ સત્સંગનો લાભ લઈ શકે કારણ કે તેઓને માટે સવારના લગભગ ૯-૩૦ સુધીનો સમય ફાજલ પાડવો કઠણ નથી.
આ ઉપરાંત મોટા ભાગના ગૃહસ્થો દરરોજ રાતના ૮-૩૦ વાગ્યા પછીનો સમય જો ધારે તો બિનઉપયોગી વાતોમાં ગુમાવવાને બદલે સત્સંગમાં વાળી પોતાના આત્માનું હિત સાધી શકે.
સમય એક ખૂબ મૂલ્યવાન વસ્તુ છે. તેની એક ક્ષણ પણ ગયા પછી પાછી આવતી નથી. આવી એક એક ક્ષણનો ઉપયોગ કરતાં આપણે શીખીએ તો આપણી પાસે સત્સંગ માટે ફાજલ સમય ઘણો છે.
ઉપરની વાત ધ્યાનમાં રાખીએ તો સત્સંગ માટેનો સમય નથી મળતો એમ કહેવાનું આપણી પાસે કોઈ કારણ રહેશે નહિ. વાસ્તવિક વાત તો એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org