SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેવચંદ્રજીકૃત સ્તવના રાગઃ માંડ છે શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહિય ન જાયજી; અનંતતા નિર્મલતા પૂર્ણતા, જ્ઞાન વિના ન જણાયજી. શી ૧ ચરમજલધિ જલ મિણે અંજલિ, ગતિ જીપે અતિવાયજી; સર્વ આકાશ ઓલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી. શી ૨ સર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી; તાસ વર્ગથી અનંત ગુણું પ્રભુ, કેવલજ્ઞાન કહાયજી. શી૦૩ કેવલ દર્શન એમ અનંતું, ગ્રહે સામાન્ય સ્વભાવજી; સ્વપર અનંતથી ચરણ અનંતું, સ્વરમણ સંવર ભાવજી. થી ૪ દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ ગુણ, રાજનીતિ એ ચારજી; ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કોઇ ન લોપે કારજી. શીપ શુદ્ધાશય થિર પ્રભુ ઉપયોગે, જે સમરે તુજ નામજી; અવ્યાબાધ અનંતું પામે, પરમ અમૃત સુખધામજી. શી-૬ આણા ઇશ્વરતા નિર્ભયતા, નિર્વાછકતા રૂપજી; ભાવ સ્વાધીન તે અવ્યય રીતે, ઇમ અનંત ગુણભૂપજી. શી૦૭ અવ્યાબાધ સુખ નિર્મળ તે તો, કરણજ્ઞાને ન જણાયજી; તેહ જ એહનો જાણંગ ભોક્તા, જે તુમ સમ ગુણરાયજી. શી૦૮ એમ અનંત દાનાદિક નિજ ગુણ, વચનાતીત પંડૂરજી; વાસન” ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તો અતિ દૂરજી. થી ૯ સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવન-ગુરૂ, જાણું તુજ ગુણગ્રામજી; બીજું કાંઇ ન માંગુ સ્વામી, એહિજ છે મુજ કામજી. શી ૧૦ એમ અનંત પ્રભુતા સëતાં, અર્થે જે પ્રભુરૂપજી; દેવચંદ્ર પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી. શી૦૧૧ (૧ - માપે, ૨ – આજ્ઞા, ૩ – મોટા, ૪ - શ્રદ્ધા,) , , , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001281
Book TitleJinendra Pooja
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, & Pooja
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy