________________
રત્નાકરાવતારિકા અનુમાન પ્રમાણનું નિરૂપણ
૪૧૦ જ માત્ર એક હોય છે. અને સાધ્યધર્મવિશિષ્ટ એવા ધમને પણ કહેવાય છે. તેથી “ધર્મ' રૂપ એકદેશમાં ધર્મ-ધર્મરૂપ ઉભયનો ઉપચાર કરવો જ પડશે. અને ઉપચાર થવાથી વ્યાપ્તિકાલે “ધર્મ” રૂપ સાધ્ય ગૌણ થયું જ માટે અનુમાન અપ્રમાણ બનશે જ.
જૈન - જો તમે ચાર્વાક આવો પ્રશ્ન કરતા હો તો ન કરશો. કારણ કે બન્ને જગ્યાએ - વ્યાપ્તિકાલમાં અને અનુમાનકાલમાં સૂત્ર ૧૪ મામાં કહેલી “સાધ્યતા” એવું સાધ્યનું મુખ્ય જે લક્ષણ છે તે જ લક્ષણ ઉભયત્ર સંભવતું હોવાથી ઉભયત્ર મુખ્ય જ સાધ્યત્વ છે. જો સાધ્યધર્મવિશિષ્ટ એવો ધર્મી એમ ધર્મ-ધર્મી ઉભય માત્ર જ શ્રોતાને સમજાવવાનો હોત તો ઉભયમાં જ સાધ્યનું મુખ્યલક્ષણ સાધ્યતા” એ સંભવત. અને વ્યાપ્તિકાલમાં ઉભય ન હોવાથી એકદેશમાં સમુદાયનો ઉપચાર કરવો પડત. પરંતુ એમ નથી. અહીં શ્રોતાને વ્યામિકાલે ધર્મ ધમ ઉભય સમજાવવાના હોતા જ નથી. પરંતુ ધર્મ માત્ર જ સમજાવવાનો હોય છે. અને અનુમાનકાલે જ ઉભય સમજાવવાનું હોય છે. માટે બન્નેમાં ૧૪ માં સૂત્રમાં કહેલી અપ્રતીત અનિરાકૃત અને અભીસિત એવી “સાધ્યતા” રૂપ લક્ષણ મુખ્યતાએ યથાસ્થાને સંભવે છે. તેથી ઉપચરિતસાધ્ય ન થતાં અનુમાન ગૌણ ન થવાથી તે અપ્રમાણ સિદ્ધ થશે નહી.
ચાર્વાક :- વ્યાપ્તિકાળે ધર્મ અને અનુમાનકાળે ઉભય એમ બન્ને સાધનીય (સાધવા લાયક) કેમ કહેવાય? અર્થાત્ એક જગ્યાએ ધર્મ અને એક જગ્યાએ ધર્મ-ધર્મી ઉભય એમ ભિન્ન ભિન્ન સાધ્ય કેમ કહી શકાય ?
જૈન - તમારી વાત સત્ય છે. પરંતુ વ્યાયિકાલ જ્યારે છે ત્યારે શ્રોતાને વ્યાપ્તિ પણ પ્રતીત નથી જ. ધૂમની સાથે વહ્નિનો સહચાર શ્રોતાએ જાણ્યો નથી જ, તે માટે તે કાલે વ્યાતિ પાણ જણાવવી જોઈએ (ધૂમની સાથે માત્ર સાધ્ય એવા ધર્મભૂત વહ્નિનો જ સહચાર જણાવવો) એ અપ્રતીતાદિ વિશેષાણ વાળું મુખ્ય લક્ષણ છે. અને તે સહચાર રૂપ વ્યાપ્તિ જાણ્યા પછી અનુમાનકાળે તે વ્યાપ્તિનું પ્રતિપાદન કરવા દ્વારા સાધ્યધર્મ જે વહ્નિ, તેનાથી વિશિષ્ટ એવો જે ધર્મી પર્વત, તે પણ આ શ્રોતાને અપ્રતીત હોવાથી સમજાવવા લાયક છે. એટલે ઉભય જગ્યાએ ૧૪ મા સૂત્રમાં કહેલી “સાધ્યતા” સમજાવવા લાયકપણું એ મુખ્ય લક્ષણ બન્નેમાં સંભવતું હોવાથી ક્યાંય સાધ્યનું પણ ગૌણત્વ (ઉપચરિતત્વ) નથી.
ચાર્વાક - અનુમાનની અપ્રમાણતા સિધ્ધ કરવા માટે અમે “નૌગવાતુ” હેતુ પહેલાં કહ્યો હતો તેથી અમે જ અનુમાનને અપ્રમાણમાં કહીએ અને અમે જ ગોત્વાન્ હેતુ મુકીને અનુમાન રજુ કરીએ આ બરાબર ઉચિત થતું નથી. તેથી હવે ગત્વાન્ હેતુ મુક્યા વિના જ અનુમાન પ્રમાણ નથી એમ અમે કહીશું. તો અમને સ્વારૂઢ શાખાને છેદવાનો અને ભૂતાવિષ્ટની જેમ વર્તવાનો તમે (જૈનોએ) જે દોષ આપ્યો તે આવશે નહીં. અર્થાત્ “તસિદ્ધી વોરિ હેતુ ન ઉપાયત પ્રવ'' અનુમાનની તે અપ્રમાણિતા સિદ્ધ કરવામાં અમારા વડે “ગીત' વિગેરે કોઈપણ હેતુ રજુ કરાશે જ નહીં પછી અમને શું દોષ આવશે ?
જૈન - જો આમ કરશો તો પ્રામાજિકસ્થ = પ્રમાણિક એવા તમને, પ્રમાણિી સિદ્ધિ
Jain Education International
-For Private & Personal Use Only
www.jainelibrary.org