SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ (લાભ લેના૨ પુણ્યાત્મા) પ્રમાણનયતત્તાલોક” નામનો આ ગ્રંથ પૂજ્યશ્રી વાદિદેવસૂરિજીની અદ્ભુત કૃતિ છે. તથા તે ઉપર તેમના જ શિષ્ય તર્કશિરોમણિ શ્રી રત્નપ્રભસૂરિજીની બનાવેલી “રત્નાકરાવતારિકા” નામની ટીકા કે જે ખરેખર સમુદ્રસમાન અગાધ અને દુર્બોધ છે. જૈનદર્શનનાં સૂક્ષ્મ-સૂક્ષ્મ તત્ત્વો જાણવાની જિજ્ઞાસાવાળા આત્માઓએ આવા મહાગ્રંથો અવશ્ય ભણવા જોઈએ કે જેનાથી ઈતરદર્શનોની માન્યતાઓનું તથા તેના પ્રત્યુત્તરનું પણ વિશિષ્ટ જ્ઞાન મળે તેવો આ ગ્રંથ છે. આ ગ્રંથ દુર્બોધ હોવાથી પંડિત શ્રી ધીરૂભાઈ ડાહ્યાભાઈ (સુરત) મહેતાએ તેનો આ અનુવાદ બની શકે તેટલો સરળ ગુજરાતી ભાષામાં તૈયાર ર્યો છે. જે જોઈને અમને ઘણી ખુશી ઉત્પન્ન થઈ છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી (ઈ.સ. ૧૯૯૯૧ થી) દર વર્ષે અમેરિકાનાં મોટાભાગનાં જૈન સેન્ટરોમાં તત્ત્વાર્થસૂત્રજ્ઞાનસારાષ્ટક-યોગશતક આદિ ગ્રંથોનું અતિશય સુંદર અધ્યયન કરાવે છે. તેઓની સમજાવવાની સરળ શૈલી, તથા શાસ્ત્રીય ગહનશાન, તથા સમતા ભાવથી સમજાવવાની પદ્ધતિથી અમેરિકાની જેને પ્રજા તેઓ પ્રત્યે ઘણી જ આદરભાવવાળી બની છે. તૈયાર થયેલ આ અનુવાદ મુખ્યત્વે પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો માટે ઘણો જ ઉપયોગી અને અભ્યાસ માટે આવશ્યક છે. તેથી તેમાં અમારી યત્કિંચિત્ શ્રુતભક્તિ કરવાની ભાવના થતાં ધીરૂભાઈએ તેનો પ્રસન્નતાથી સ્વીકાર કરેલ છે. જે જાણી અમને અને અમારા પરિવારને ઘણો જ આનંદ થયો છે. અમારાં માતુશ્રી લીલાવતીબેન હિમતલાલ વોરાએ (ભાવનગર) વર્ષીતપ-પાખમણ આદિ ઘણી ઉત્તમ તપશ્ચર્યા કરેલ છે. તે તેમની અનુમોદના નિમિત્તે તથા અમારા પૂ. પિતાશ્રી હિમતલાલ વ્રજલાલ વોરાનો તથા મોટાભાઈ પ્રફુલચંદ્ર હિંમતલાલ વોરાનો અમારા ઉપર જે ઉપકાર છે તે નિમિત્તે, અમે આ પુસ્તક ભાગ બીજાનાં (નંગ૧૫૦) શ્રી જૈન સંઘને અભ્યાસ માટે ભાવપૂર્વક સમર્પિત કરીએ છીએ. આ ગ્રંથથી પૂ. સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓ તથા તત્ત્વજિજ્ઞાસુ સૂક્ષ્માભ્યાસરસિક શ્રાવક-શ્રાવિકા જેનદર્શનનો સુંદર અભ્યાસ કરી જેનશાસનની શોભા વધારે અને તેઓના તથા અમારા આત્માનું કલ્યાણ કરે એવી આશા રાખીએ છીએ. પહેલા-બીજા એમ બે પરિચ્છેદોનો પ્રથમ ભાગ વિક્રમ સંવત ૨૦૫૩માં પ્રકાશિત થયેલ. જેમાં અમે ૧૫૦ કોપીનો લાભ લીધેલ હતો. આજે ત્રીજા-ચોથ અને પાંચમા પરિચ્છેદોનો આ બીજો ભાગ પ્રકાશિત થાય છે. બાકીના ૬-૭-૮ એમ ત્રણ પરિચ્છેદોનો ત્રીજો ભાગ શ્રી ધીરૂભાઈ જલ્દી તૈયાર કરી પ્રકાશિત કરે અને અમને શ્રુતભક્તિનો કંઈક લાભ આપે એવી આશા સાથે. . મુંબઈનું એડ્રેસ RAJEEV VARAIYA 34, KAILS NAGAR, 685, TARDEV ROAD, BOMBAY-400007. PHONE : 494-7054 અમેરિકાનું એડ્રેસ મહેશભાઈ હિંમતલાલ વોરા કીર્તિબેન મહેશભાઈ વોરા 27204, HAMPSTEADBLVD FARM HILLS, MI, 48331 PHONE : 810-815-9195 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy