________________
૭૪૩ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮
રત્નાકરાવતારિકા અને અનંત હોવાથી ઈશ્વર સંહર્તા પણ નથી. અનાદિથી સ્વયં છે જ અને અનંતકાળ સુધી સ્વયં રહેનારાં જ છે. ધ્રુવ છે. નિત્ય છે. અનાદિ-અનંત છે.
યાત્મના તુ સર્વ વસ્તુતે વિદ્યતે વી - પરંતુ પર્યાયની અપેક્ષાએ (પરિણમન-પરિવર્તનની અપેક્ષાએ) સર્વે પણ વસ્તુઓ ઉત્પન્ન પણ થાય છે અને નાશ પણ પામે જ છે. કારણ કે અમ્મલિત પણે (અભ્રમાત્મપણે એટલે કે બરાબર યથાર્થપણે) પર્યાયો ઉત્પન્ન થતા હોય અને નાશ પામતા હોય તેવો અનુભવ સાક્ષાત્ થાય જ છે. મૃપિંડકાલે જે ઘટ ન હતો તે ઘટકાલે થયો છે. અને ઘટકાલે જે કપાલ ન હતાં તે કપાલકાલે થયાં છે. આવો અનુભવ સર્વ જગતને અનુભવાય છે જ, તથા ઘટ આવે ત્યારે પિંડનો નાશ, અને કપાલ થાય ત્યારે ઘટનો નાશ પણ સર્વ જગતને થાય છે જ. માટે પર્યાય અપેક્ષાએ થતો ઉત્પાદ અને નાશ અનુભવસિદ્ધ છે. અબાધિત છે. અસ્મલિત છે. ભ્રમરહિત છે.
પ્રશ્ન- પર્યાયોથી ઉત્પાદ-વ્યય છે આ તમારી વાત ક્યાંઈક વ્યભિચારવાળી પણ દેખાય છે. શંખ સદા શ્વેત જ હોય છે. છતાં પણ જેઓને નેત્રમાં તિમિરાદિનો (પીળીઆનો) રોગ થયો હોય છે. તેઓને તે જ શંખ પીત નથી છતાં પીત દેખાય છે. અર્થાત્ આ શંખ શ્વેત પર્યાયપાસે નાશ પામ્યો નથી છતાં શ્વેત નથી એમ દેખાય છે અને પીતપણે ઉત્પન્ન થયો નથી છતાં પીતનો ઉત્પાદ દેખાય છે. સર્વત્ર આવું જ હોય એમ કેમ ન બને ? સારાંશ કે શુકલ શંખમાં પીત પર્યાયના અનુભવની સાથે “પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ-વ્યય થાય છે' આ વાત વ્યભિચાર વાળી છે.
ઉત્તર - એમ ન કહેવું. “શુકલ શંખમાં જે પીતે પર્યાયનો અનુભવ છે” તે નેત્રના રોગવિશેષથી જન્ય હોવાથી સ્મરૂપવાળો છે એટલે કે ભ્રમાત્મક છે. કારણ કે નેત્રના રોગ વિશેષ વિનાના સર્વે પુરૂષોને તે જ શંખ નિયમા શુકલ જ દેખાય છે. નેત્રના રોગ વાળા જે પુરૂષને શુકલશંખ પીત દેખાય છે તે જ પુરૂષને નેત્રનો રોગ દૂર થતાં તે જ શંખ શુકલ જ દેખાય છે. માટે આ પીતની પ્રતીતિ ખલિત રૂપવાળી છે. ભ્રમાત્મક છે. તેથી જ વસ્તુ સોસવE: = તે પીતપણાની પ્રતીતિ અલરૂપ વાળી એટલે અબાધિત નથી. સાચી નથી કે પેન પૂર્વાલા વિનારા, મનવૃત્ત, ઉત્તરારોતર્િ-૩વિનામાવી મવેત્ = જેથી શુકલશંખમાં પીત પર્યાયની જે આ પ્રતીતિ થાય છે તે પૂર્વ આકારનો ત્યાગ, તથા નથી ત્યજ્યો અન્વય જેણે એવા અને ઉત્તરાકારનો ઉત્પાદ, આ ત્રિપદીની સાથે અવિનાભાવી બને, આ પીતપર્યાયની પ્રતીતિ ત્રિપદીવાળી નથી. ઉત્પાદ-વ્યથ-ધ્રુવની સાથે અવિનાભાવી નથી. અને જીવાદિ સર્વ પદાર્થોમાં હર્ષ, અમર્ષ (ક્રોધ), અને ઔદાસીન્ય ઈત્યાદિ પર્યાયોની પરંપરાનો જે અનુભવ થાય છે તે આવા પ્રકારના ખુલરૂપ વાળો અર્થાત્ ભ્રમાત્મક-બાધિત નથી. કારણ કે વિદ્ વાધવા = તે પર્યાયોની પરંપરાના અનુભવમાં કોઈ પણ બાધક પ્રમાણ દેખાતું જ નથી. બાધકતાનો સર્વથા અભાવ જ છે માટે સર્વે પણ પદાર્થો પૂર્વાકારથી વ્યય પામે છે. ઉત્તરાકારથી ઉત્પન્ન થાય છે. એમ પર્યાય અપેક્ષાએ ઉત્પાદ અને વ્યય વાળા છે અને વ્યાત્મકપણે ધ્રૌવ્યાત્મક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org