SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ગુણ પર્યાયનું વર્ણન ૭૩૪ માનવામાં પ્રત્યભિજ્ઞા થાય જ નહીં કારણ કે પ્રત્યમિજ્ઞાયાર્થે સ્થધિવેત્વનો પરત્વેન પ્રત્યભિક્ષા પ્રમાણ પણ ધર્મીના કથંચિદ્ એકત્વના જ વિષયવાળી અવસ્થાનાત્ સંભવે છે. જો ધર્મીનું એકાન્તે એકત્વ સ્વીકારીએ તો અનુભવાવસ્થા વાળું દ્રવ્ય અનુભવાવસ્થાવાળું જ રહે, સ્મરણ અને અનુભવ એમ ઉભયાશ્રિત અવસ્થાવાળું થાય જ નહીં, તેના વિના પ્રત્યભિજ્ઞાપ્રમાણ કહેવાય જ નહીં. માટે ધર્મીનું એકત્વ અવશ્ય છે પરંતુ કથંચિત્ જ, અને તે કથંચિદ્ એકત્વ તો જ સંભવે જો કથંચિદ્ ધર્મીભેદ પણ માનો તો, તેથી તમે આપેલો ધર્મીભેદ અમને દોષરૂપ બનતો નથી. તથા ધર્મીભેદ વિનાનું એકાન્તે ધર્મીનું એકત્વ એટલે નિત્ય એકાન્ત કહેવાય, તેવા પ્રકારનું નિત્ય એકાન્ત એ પ્રમાણનો વિષય નથી. સર્વથા નિત્ય એકાન્ત દ્રવ્ય પ્રમાણોથી સિધ્ધ થતું જ નથી. તે આ પ્રમાણે = જો આ પદાર્થ નિત્ય એક સ્વરૂપવાળો જ હોય તો ત્રણે કાળે તે પદાર્થનું એકસરખું સમાન જ સ્વરૂપ રહેતું હોવાથી વિવક્ષિત આ પદાર્થ જેમ વર્તમાનકાલમાં જે જે અર્થક્રિયા કરે છે (જેમ ઘટ ઘટકાલે જલાધાર આદિ અર્થક્રિયા કરે છે) તેમ પૂર્વાવાોપિ = પૂર્વકાલમાં (ભૂતકાલમાં) મૃદાવસ્થામાં અને અપરકાલમાં (ભાવિકાળમાં) કપાલકાલે પણ જો આ પદાર્થ કાર્ય કરવાને સમર્થ (શક્તિમાન) હોય તવા તો તવાનીપિ તે ભૂત-ભાવિકાલમાં પણ તયિાપ્રસંગઃ વર્તમાનકાલની જલાધારાદિ તે ક્રિયા કરવાનો પ્રસંગ આવશે. સારાંશ ઘટ એ જો એકાન્તે નિત્ય હોય તો વર્તમાનકાલે જેમ જલાધારક્રિયા કરે છે તેમ મૃપિંડવાળી ભૂતકાલવાળી અવસ્થામાં અને કપાલ સ્વરૂપ ભાવિ અવસ્થામાં પણ સમર્થ માનીએ તો તે જ જલાધારની અર્થક્રિયા કરનાર બનવો જોઈએ સયાસમર્થ: પૂર્વ પશ્ચાદ્ વાડયું સ્વાત્ અને જો ભૂત-ભાવિકાલમાં જલાધારાદિ અર્થક્રિયા કરવામાં અસમર્થ છે એમ માનીએ तदा = તો તાનીમિવ = તે ભૂત-ભાવિકાલની જેમ જ વર્તમાન હેડપિ નિત્યપદાર્થ સદા એકરૂપવાળો જ હોવાથી વર્તમાનકાળમાં પણ અસમર્થ જ રહેશે તેથી તત્કાળ યં સ્વાત્ ? તે જલાધારાદિ અર્થક્રિયા વર્તમાન કાલમાં પણ કેમ કરશે ? ભૂત-ભાવિની જેમ વર્તમાનમાં પણ અસમર્થ જ હોવાથી અર્થક્રિયા થશે નહીં. = अथ समर्थोऽप्ययमपेक्षणीयासन्निधेर्न करोति, तत्सन्निधौ तु करोतीति चेत्, ननु केयमपेक्षा नाम ? किं तैरुपकृतः करोतीत्युपकारभेदः ? किं वा तैः सह करोतीत्यन्वयपर्यवसायी स्वभावभेदः, अथ तैर्विना न करोतीति व्यतिरेकनिष्ठं स्वरूपम्, यद्वा सहकारिषु सत्सु करोति, तद्विरहे तु न करोतीति तद्वयावलम्बि वस्तुरूपम् । હવે જો આવા પ્રકારનો બચાવ હે નૈયાયિકો ! તમે કરો કે આ નિત્ય પદાર્થ સમર્થ તો છે જ, પરંતુ સમલૈંડયમ્ = સમર્થ એવો પણ આ નિત્યપદાર્થ અપેક્ષળીવાસવિષેનું રોતિ = અપેક્ષણીય એવાં જે સહકારીકારણો છે તેઓની અસન્નિધિથી કાર્ય કરતો નથી. તત્સન્નિધાતુ રોતિ પરંતુ અપેક્ષણીય કારણોની સન્નિધિથી કાર્ય કરે છે. અંકુરાના ઉત્પાદનમાં ‘“બીજ’’ નામનું ઉપાદાન કારણ નિત્ય અને સમર્થ તો છે જ, તથાપિ પૃથ્વી-પાણી-પવન આદિ સહકારી (અપેક્ષણીય) કારણોની જ્યારે અસન્નિધિ હોય ત્યારે અંકુરાને ઉત્પન્ન કરતું નથી. અને તે અપેક્ષણીય કારણોની સન્નિધિ હોય Jain Education International = For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy