________________
૭૨૫. પંચમ પરિચ્છેદ સૂત્ર-૫
રત્નાકરાવતારિકા ઉપાદાન કારણમાં સત્ સ્વભાવ વાળા (અર્થાત્ વિદ્યમાન સ્વભાવવાળા) ઘટાદિને આ દંડાદિ ઉત્પાદહતુઓ ઉત્પન્ન કરે છે. એવો પક્ષ જો કહો તો તે વ્યાજબી નથી. કારણકે દંડાદિ વડે કરાતો ઘટ જો પ્રથમથી જ (કરાયા પહેલાં જ) મૃદાદિમાં સત્ જ છે. વિદ્યમાન જ છે. તો તે કરાયેલો જ છે. એવો અર્થ થશે, એમ થવાથી ત = કરાયેલાને જ ઉપસ્થાયિતા કરવાપણાનો પ્રસાદું = પ્રસંગ આવશે, કરાયેલાને જ કરવાપણું થશે. જે વસ્તુ પ્રથમથી કરાયેલી જ છે તેને વળી કરવાનું શું ! કરવાપણું વ્યર્થ થશે. અને જો કરેલાને કરાતું હોય તો સદા કરાયા જ કરો તેથી અનવસ્થા દોષ આવશે. હવે જો તમે એમ કહો કે મૃદાદિમાં આ ઘટાદિ કાર્ય અસસ્વભાવવાળા છે. અને તેને દંડાદિ ઉત્પાદહેતુઓ કરે છે. તો નાથ7મવી, અસ્વભાવ વાળા એવા ઘટાદિને દિંડાદિ ઉત્પન્ન કરે છે આ બીજો પક્ષ પણ ઉચિત નથી. કારણ કે જો મૃદાદિમાં ઘટાદિભાવો અસ્વભાવવાળા જ છે. તો માવસ્થાન્યથીત્મા = સ્વભાવને બદલવો અશક્ય હોવાથી અસત્ સ્વભાવવાળી વસ્તુ આકાશપુષ્પાદિની જેમ સદા અસતું જ રહેશે, ગમે તેટલા દંડાદિ ઉત્પાદહેતુઓ આવે તથાપિ અસત્ એવો ઘટ સત્ થશે નહીં. તથા વળી તમને ગમ્યુમિવિરોધા૨ = તમારા પોતાના સ્વીકારેલા મતની સાથે વિરોધ આવતો હોવાથી પણ આ પક્ષ ઉચિત નથી. કારણકે નૈયાયિકો અને વૈશેષિકો જ મૃદાદિ ઉપાદાન કારણમાં અસત્ એવા ઘટાદિકાર્યની ઉત્પત્તિ માને છે. તેઓ જ અસત્કાર્યવાદી છે. તમને (બૌધ્ધોને) તેઓનો મત માન્ય નથી. તમે તેઓનો વિરોધ કરનારા છો. એટલે મ7માવ અસ્વભાવ વાળા નન્ય = કાર્યનું ઉત્પાદુવં = ઉત્પત્તિવાળા પણું ન રૂધ્યતે – = તમારા વડે મનાયું નથી. તમે તૈયાયિક અને વૈશેષિકના વિરોધી હોવાથી અસત્કાર્યવાદી નથી. પરંતુ સત્કાર્યવાદી છો અને હવે જો અસ્વભાવવાળા કાર્યની ઉત્પત્તિ સ્વીકારશો તો તમને તમારા જ અભ્યપગમનો વિરોધ આવશે. સ્વવચનવિરોધ થશે.
અહીં હવે કદાચ બૌધ્ધ એમ કહે કે જે જે વસ્તુઓ ઉત્પન્ન નથી થએલી તે તે વસ્તુઓ અસત્ છે. અને જે જે વસ્તુઓ ઉત્પન્ન થયેલી છે તે તે વસ્તુઓ સત્ છે. એમ અમે માનીશું એકલી અસ્વભાવવાળી કે એકલી સસ્વભાવવાળી માનીશું જ નહીં જેથી તમે કહેલા બન્ને પક્ષો રૂપી વિકલ્પયુગલને રજૂકરવાની તમારી મહેનત નિષ્ફળ જ છે. એમ જો બૌધ્ધો કહે તો અમે તેની સામે કહીએ છીએ કે નષ્ટ અને અનન્ટના વિકલ્પોની અપેક્ષાએ નાશમાં પણ કહ્યું તુન્યત્વત્િ = આ બન્ને વિકલ્પયુગલની તારી રજૂઆત પણ તુલ્ય જ છે. અર્થાત્ નાશ ન પામેલી વસ્તુમાં (અનન્ટ વસ્તુમાં) નાશ એ અસત્ (અવિદ્યમાન) છે. અને નાશ પામેલી (નષ્ટ) વસ્તુઓમાં નાશ એ સત્ (વિદ્યમાન) છે. એમ અમે પણ તમારા માનેલા ઉત્પાદની જેમ જ કહીશું. પછી તમારા વડે પૂર્વે અપાયેલા દોષો નાશમાં અમને કેવી રીતે લાગે ? અમે જો એકાન્ત નશ્વર સ્વભાવવાળા કે અનશ્વરસ્વભાવવાળા પદાર્થનો નાશ માનીએ તો નશ્વર વસ્તુ સ્વયં નાશ પામનાર હોવાથી નાશકહેતુની વ્યર્થતા, અને અનશ્વરવસ્તુ સદા અનશ્વર જ રહેનાર હોવાથી ઈન્દ્ર વડે પણ સ્વભાવ નહીં બદલી શકાય ઈત્યાદ તમે જે દોષો આપ્યા હતા તે અમને લાગે, પરંતુ અમે એવું એકાન્ત માનતા જ નથી. તમે ઉત્પાદમાં જેમ બન્ને માનો છો તેમ જ અમે નાશમાં પણ નષ્ટને અસત્ સ્વભાવવાળાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org