________________
રત્નાકરાવતારિકા સામાન્યના બીજાભેદનું વર્ણન
૭૧૨ અને ક્ષેપક્રિયાકારી એમ ઉભય સ્વરૂપવાળું માનીએ છીએ. જેથી કોઈ દોષ આવતો નથી.
બૌધ્ધ - હે જૈનીઓ ! બીજદ્રવ્યમાં જે આ પર્યાયશક્તિ તમે માની છે તે પર્યાયશક્તિ કોઠીના તળીયામાં રહેવાવાળી અવસ્થાકાળે અવિદ્યમાન છે અને ખેતરની ભૂમિમાં વાવવાના કાળે તે પર્યાયશક્તિ પ્રગટ થાય છે એવું તમે જે માનો છો ત્યાં અમે તમને પુછીએ છીએ કે તે પર્યાયશક્તિ બીજદ્રવ્યથી શું ભિન્ન છે ? શું અભિન્ન છે ? કે શું ભિન્નભિન્ન છે ? યા મિસ્ત્રી = જો ભિન્ન છે એમ તમે કહો તો તે પર્યાયશક્તિથી બીજદ્રવ્યને શું લાભ ? જેમ આંખ જ જો કાણી હોય, શોભા વિનાની જ હોય તો તેને અંજન આંજીને શું ફાયદો ? કાણી આંખને અંજનની રેખા જેમ શોભા કરતી નથી તેની જેમ અત્યન્ત ભિન્ન માનેલી આ પર્યાયશક્તિથી બીજને શું ફાયદો ? બીજ તો જેવું પૂર્વે હતું તેવું જ રહ્યું. તેથી કોઠીના તળીયામાં પડેલા બીજની જેમ જ અંકુરા ઉત્પાદનમાં અસમર્થ જ રહેશે. અથવા વિમિનાં સંનિધિમાનઃ અત્યન્ત ભિન્ન મનાયેલા એવા માટી-પાણી-પવન અને આતપાદિ સહકારી કારણો સન્નિધિને (સમીપતાને) ભજનારાં થયાં હોય તથા બીજની અત્યન્ત સન્નિધિને ભજનારાં બન્યાં હોય એવા પ્રત્યક્ષ જ્ઞાનનાં વિષય બન્યાં છતાં સહકારી કારણો જ અંકુરા ઉત્પાદનમાં કારાણ હો, પર્યાયશક્તિ માનવાની શું જરૂર છે ? પર્યાયશક્તિ અને સહકારી કારણો એ બન્ને બીજદ્રવ્યથી છે તો ભિન્ન છે, તો પછી પ્રત્યક્ષ નજરે દેખાતાં સહાકારી કારાગોને જ કારણ કેમ ન માનવાં? અને ન દેખાતી પર્યાયશક્તિને કારણે માનવાની શું જરૂર ? કારણ કે તે પર્યાયશકિત માનીએ તો પણ બીજદ્રવ્યને તો કંઈ લાભ કરતી જ નથી, અત્યન્ત ભિન્ન જ રહે છે તો પછી સહકારી કારણોને જ કારણ માનવાં શું ખોટાં ? તે જ કારાગ હો, પર્યાયશક્તિ માનવાની કંઈ જરૂર નથી.
મય સારિખઃ = અહીં કદાચ હે જૈનીઓ ! તમે મને એક પ્રશ્ન કરો કે સહકારી કારણો પણ બીજદ્રયથી અત્યત ભિન્ન હોવાથી બીજદ્રવ્યને કંઈ પાગ અતિશયવિસેષ (લાભવિશેષ, વિકારવિશેષ) મપયન્તઃ = નહીં કરતાં છતાં સહકારિતારણતાને પણ કેમ પામે ? કંઈકને કંઈક
અતિશયવિશેષ કરે તો જ સહકારિતાને પામે, કંઈ પણ અતિશયવિશેષ કર્યા વિના અત્યન્ત ભિન્ન રહ્યાં છતાં તે સહકારી કારણો પણ કારણતાને કેવી રીતે પામે ? અને જો આ રીતે અતિશયતા કર્યા વિના ભિન્ન કારણો પણ કારણતાને પામતાં હોય તો ત્રિભુવન વર્તી સકલપદાર્થરાશિ પાગ કારણ બની જાય. આવું જો તમે (જેનો) અમને (બૌધ્ધોને) કહો તો અમે (બૌધ્ધો) કહીએ છીએ કે માની લો કે તે સહકારીકારણો અત્યન્ત ભિન્ન હોવા છતાં કંઈકને કંઈક અતિશયવિશેષ આ બીજદ્રવ્યને કરે છે. પરંતુ જેમ આ સહકારીકારણો અતિશયવિશેષ ન કરે તો સહકારીકારાગતાને પામતાં નથી તેવી જ રીતે તે આવેલો અતિશયવિશેષ પણ અન્ય અતિશયવિશેષને નીરથનું = જો ન કરે તો તે પ્રથમ અતિશયવિશેષ પણ તત્તાં = સહકારીકારાગતાને કેમ પામશે ? જે કારાગ બીજદ્રવ્યમાં અતિશયવિશેષ લાવે નહીં તે કારાગને કારાગતા લાભે નહીં. આ દોષમાંથી બચવા હવે હે જૈનો ! તમે જો એમ કહેશો કે ૩યમ્ = આ અતિશય વિશેષ તત્તરમ્ = તેનાથી બીજા અતિશય વિશેષને મારવતિ = કરે જ છે. તરું = તો તે અતિશય બીજા અતિશયને બીજો અતિશય ત્રીજા અતિશયને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org