SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા સ્મરણની પ્રમાણતા-અપ્રમાણતાની ચર્ચા ૩૭૨ ઉત્પત્તિ થાય છે. પરંતુ પોતાનો સ્મરણ કરાવવા રૂપ સ્વવિષયનો બોધ કરાવવામાં તો અસ્યાઃ = આ સ્મૃતિ સ્વતંત્ર જ છે. (આ સ્મૃતિની સ્વવિષયના બોધમાં તો સ્વતંત્રતા જ છે, પરતંત્રતા નથી જ,) માટે સ્મૃતિ પણ પ્રમાણ જ છે. = પ્રશ્ન :- અન્યદર્શનકારો જૈનોના ઉપરોક્ત વાર્તાલાપ સામે પ્રશ્ન કરે છે કે અત્ર = આ સ્મૃતિમાં સ્વતંત્રતા (અનુભવ કરતાં અપૂર્વ કે અધિક જાણવાપણું) છે જ નહીં, કારણ કે અસ્યાઃ = આ સ્મૃતિ તો પૂર્વ કાળમાં કરેલા અનુભવથી માવિત = જાણેલા માત્ર = ભાવોને માસનાયામેવ જણાવવામાં જ તત્પર છે. અનુભવ કરતાં કંઈપણ અધિક સ્મૃતિ જણાવતી નથી. પૂર્વકાલીન અનુભવજ્ઞાનમાં જે વિષય જેટલા પ્રમાણનો અનુભવેલો છે તે વિષય તેટલા જ પ્રમાણનો સ્મરણમાં જણાય છે. માટે કંઈ પણ અધિકબોધ ન હોવાથી સ્મૃતિ તે અપ્રમાણ જ છે. ઉત્તર ઃ- આ પ્રશ્નનો ઉત્તર આપતાં ટીકાકારથી જણાવે છે કે જો એમ છે તો વ્યાપ્તિને જણાવનારૂં તર્ક નામનું જે પ્રમાણ છે. તે પ્રમાણથી પ્રતિપત્ર જાણેલા, પવાર્ય પદાર્થોને જ, રૂપસ્થાપનમાત્રે = જણાવવા માત્રમાં પ્રવર્તતા અનુમાનની સ્વતંત્રતાની સંગતિ કેવી રીતે કરશો ? કારણ કે પાછળથી થનારૂ અનુમાનપ્રમાણ પણ પૂર્વે પ્રવર્તેલા તર્ક પ્રમાણથી જાણેલા વિષયને જ જણાવવામાં પ્રવર્તેલ છે. ત્યાં પણ કંઈ અપૂર્વ કે અધિક બોધ થતો નથી. તો અનુમાન પણ ગૃહીતગ્રાહિમાત્ર જ હોવાથી સ્વતંત્રતા કેવી રીતે ઘટાવશો ? સારાંશ એ છે કે અનુભવ અને સ્મરણ વચ્ચે જો અધિકતા નથી દેખાતી તો તર્ક અને અનુમાનમાં પણ અધિકતા કંઈ જ નથી. Jain Education International = अथ व्याप्तिग्राहकेणानैयत्येन प्रतिपन्नात् तनूनपातो नैयत्यविशेषेणानुमाने परिस्फुरणसम्भवात् कुतो न स्वातन्त्र्यमिति चेत् ? तर्हि अनुभवे भूयोविशेषशालिनः, स्मरणे तु कतिपयैरेव विशेषै - विशिष्टस्य वस्तुनो भानात् कुतो नास्यापि तत् स्यात् ? અહીં અન્યદર્શનકારો પોતાનો બચાવ કરતાં કહે છે વ્યાપ્તિને જણાવનારા તર્ક પ્રમાણમાં તો યંત્ર યંત્ર ધૂમસ્તત્ર તંત્ર વૃત્તિ:'' એમ સર્વક્ષેત્ર અને સર્વકાળમાં હેતુ-સાધ્યનો સહચાર જણાતો હોવાથી અનિયતપણે બોધ થાય છે. જ્યારે અનુમાનમાં તો પર્વતાદિ જે ક્ષેત્રમાં જે કાળે સાધ્ય સાધવું હોય તે જ ક્ષેત્રમાં તે જ કાળ પુરતું નિયત વિશેષોથી યુક્ત એવા વહ્નિનું જ્ઞાન સ્ફુરાયમાન થાય છે. માટે અનુમાનને સ્વતંત્ર કેમ ન કહેવાય ? સારાંશ કે તર્કમાં સર્વક્ષેત્ર-સર્વ કાળવિષયક અનિયતપણે ધૂમ-અગ્નિનો બોધ થાય છે અને અનુમાનમાં તો પર્વતાદિ પ્રતિનિયતક્ષેત્ર-કાળવિષયક જ વહ્નિનો બોધ થાય છે. માટે અનુમાનનો વિષય સ્વતંત્ર કેમ ન કહેવાય ? પંક્તિનો અર્થ આ પ્રમાણે જાણવો વ્યાપ્તિને જણાવનારા (તર્ક નામના) પ્રમાણ વડે અનિયતપણે જણાતા એવા તનૂનપાતો વહ્નિ કરતાં અનુમાનમાં નિયમવિશેષપણે (વહિની) સ્ફુરણા થતી હોવાથી (ભિન્નવિષય બનવાથી) તેની સ્વતંત્રતા કેમ ન કહેવાય ? અર્થાત્ તર્કથી અનુમાનની જુદી સ્વતંત્રતા કહેવાય જ, કારણ કે તર્કમાં સર્વક્ષેત્ર અને સર્વકાલ છે જ્યારે અનુમાનમાં પ્રતિનિયત ક્ષેત્ર અને માત્ર વર્તમાન કાલ જ છે માટે અનુમાનને પ્રમાણ કહેવાય છે. = For Private & Personal Use Only = - www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy