________________
૬૬૫
કાલાદિ આઠ દ્વારો વડે વિકલાદેશનું વર્ણન
રત્નાકરાવતારિકા છે તો ‘‘શબ્દ જ’’ માટે શબ્દપણે બન્નેનો અભેદ સમજોને. આ રીતે અભેદવૃત્તિ પ્રધાનતા અને અભેદોપચાર વડે અભેદ જણાય છે. તેને જ સકલાદેશ અથવા પ્રમાણવાક્ય કહેવાય છે. અને તેનાથી વિપરીતને વિકલાદેશ અથવા નયવાક્ય કહેવાય છે જે હવે પછીના સૂત્રમાં સમજાવવામાં આવશે.
જ્યારે વ્યાર્થિકનય ગૌણ કરવામાં આવે અને પર્યાર્થિકનય મુખ્ય કરવામાં આવે ત્યારે ભેદ મુખ્યપણે જણાય છે તેને ભેદવૃત્તિપ્રધાનતા કહેવાય છે અને જ્યારે વ્યાર્થિકનય મુખ્ય હોય તથા પર્યાયાર્થિક નય ગૌણ હોય ત્યારે અભેદ મુખ્ય હોવાથી જો ભેદ જાણવો હોય તો અભેદમાં ભેદનો ઉપચાર કરવો જ પડે છે તેને ભેદોપચાર કહેવાય છે આ પ્રમાણે ભેદવૃત્તિપ્રધાનતા અને ભેદોપચાર દ્વારા ક્રમશઃ વસ્તુનું સ્વરૂપ સમજાવનારાં જે વાક્યો તેને વિકલાદેશ કહેવાય છે. તેનું જ બીજું નામ નયવાક્ય છે. આ જ વાત હવે પછી આવનારા સૂત્રમાં જણાવે છે. ૪-૪૪॥
अधुना नयवाक्यस्वभावत्वेन नयविचारावसरलक्षणीयस्वरूपमपि विकलादेशं सकलादेशस्वरूपनिरूपणप्रसङ्गेनात्रैव लक्षयन्ति
तद्विपरीतस्तु विकलादेशः ॥४-४५ ॥
टी। - नयविषयीकृतस्य वस्तुधर्मस्य भेदवृत्तिप्राधान्याद् भेदोपचाराद् वा क्रमेण यदभिधायकं वाक्यम्, स विकलादेशः । एतदुल्लेखस्तु नयस्वरूपानभिज्ञश्रोतॄणां दुरवगाह इति नयविचारावसर एवं प्रदर्शयिष्यते
૫૪-૪ા
હવે વિકલાદેશ સમજાવવો છે, અને તે નયવાક્યના સ્વભાવાત્મક તેથી એટલે કે નયવાક્યાત્મક હોવાથી ખરેખર જ્યારે નયોના વિચારો સમજાવવાના હોય ત્યારે જ લક્ષણીય (જણાવવા લાયક) સ્વરૂપવાળો આ વિકલાદેશ છે. તો પણ લાઘવતા માટે અહીં જ સકલાદેશના સ્વરૂપનું નિરૂપણ ચાલે છે તે જ પ્રસંગે કંઈક સમજાવાય છે.
સકલાદેશ એ પ્રમાણવાક્યાત્મક છે. અને ૧ થી ૪ પરિચ્છેદમાં પ્રત્યક્ષ-પરોક્ષ, તથા સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ, ઈત્યાદિ પ્રમાણો સમજાવાય છે તે કારણથી સકલાદેશ અહીં સમજાવાય બરાબર ઉચિત છે. પરંતુ વિકલાદેશ નયવાક્યાત્મક છે અને નયોનું પ્રકરણ આગળ સાતમા પરિચ્છેદમાં આવવાનું છે એટલે આ વિકલાદેશ પણ ખરેખર સાતમા પરિચ્છેદપ્રસંગે સમજાવવો જોઈએ. પરંતુ સકલાદેશ અને વિકલાદેશ પરસ્પર પ્રતિસ્પર્ધી સ્વરૂપવાળા હોવાથી સકલાદેશ સમજાયે છતે વિકલાદેશ સમજવો સુકર બને છે તેથી સમજાવવામાં લાઘવતા થાય છે માટે સકલાદેશનું સ્વરૂપ સમજાવવાના પ્રસંગે જ વિકલાદેશ પણ ગુરૂજી કંઈક સમજાવે છે.
તે (સકલાદેશ) થી જે વિપરીત આદેશ તે વિકલાદેશ કહેવાય છે. ૫૪-૪૫।। ટીકાનુવાદ ભેદવૃત્તિની પ્રધાનતાથી અથવા ભેદોપચારથી નયના વિષયભૂત બનેલા એવા વસ્તુધર્મને અનુક્રમે કહેનારૂં જે વાક્ય તે વિકલાદેશ કહેવાય છે. આ વિકલાદેશનો બોધ નયના
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org