________________
કાલાદિ આઠ દ્વારોનું વર્ણન
રત્નાકરાવતારિકા માનવો તે અઘટિત છે. કારણ કે જો સંબંધ એક જ હોય તો તેનાથી સંબંધિત થયેલા અસ્તિત્વાદિ અનેકગણો એકરૂપ જ થઈ જાય માટે તાદાત્મરૂપ સંબંધ ભિન્ન ભિન્ન હોવાથી તેને આશ્રયી ગુણગુગીનો, ધર્મ-ધર્મીનો ભેદ છે.
(૫) તૈ: ક્રિીમાળ) = અસ્તિત્વ આદિ તે તે ધમોં વડે કરાતો ઉપકાર પોતપોતાના ચોક્કસ સ્વરૂપવાળો હોવાથી અનેક પ્રકારનો છે. જેમ અસ્તિત્વધર્મ વસ્તુને અસ્તિસ્વરૂપ બતાવવાનો ઉપકાર કરે છે. અને નાસ્તિત્વધર્મ તે જ વસ્તુને નાસ્તિસ્વરૂપ બતાવવાનો ઉપકાર કરે છે ઈત્યાદિ અનેક ગુણો અનેકવિધ ઉપકાર કરે છે. કારણ કે ઉપકારી એવા અસ્તિત્વાદિ અનેક ગુણો વડે કરાતો ઉપકાર એક છે એમ માનવામાં (ઉપકારીઓનું અનેકત્વ ઉડી જવા રૂ૫) વિરોધ આવે. કારણ કે જે ઉપકારક્રિયા એક જ કરાતી હોય તો ઉપકારી ગુણોનો ભેદ સંભવી શકે નહીં અને તેથી અનંત ગુણો છે એમ કહેવાશે નહીં. માટે ઉપકારભેદ છે. આ પાંચમું દ્વાર થયું.
(૬) ગુજરાચ્છ 9 = આધારભૂત એવા ગુણિપદાર્થનું ક્ષેત્ર પણ પ્રત્યેકગણવાર (અપેક્ષાવિશેષથી) ભિન્ન ભિન્ન છે. જો એમ ન માનીએ અને તમેટું = તે ગુણિદેશ (ભિન્નભિન્ન ગુણોનો પાણ) એક જ છે એમ જો માનીએ તો (ભિન્ન ભિન્ન ગુણોનો પણ એક જ ગુણિદેશ હોવાથી) ભિન્ન ભિન્ન પદાર્થમાં વર્તનારા (ઘટ-અને પટમાં વર્તનારા) ગુણોનો પણ ગુણિદેશ એક થઈ જવાનો પ્રસંગ આવશે. તેથી જેમ ઘટ-પટમાં ગુણો ભિન્ન ભિન્ન હોવાથી ગુણિદેશ ભિન્ન છે. તે જ રીતે એક ઘટમાં વર્તનારા અનેકગુણો પણ ભિન્ન ભિન્ન હોવાથી તેનો પણ ગુણિદેશ ભિન્ન ભિન્ન જ હોવો જોઈએ. આ છઠું ગુણિદેશ દ્વાર થયું.
(૭) સં સ્ય ૨ ઉપર સમજાવ્યા મુજબ જ સંસર્ગિનો ભેદ હોતે છતે (એટલે સંસર્ગવાળા અસ્તિત્વાદિ ધર્મોનો ભેદ હોતે છતે) તેઓનો અને પદાર્થનો સંસર્ગ પણ ભિન્ન ભિન્ન જ હોય છે. જો એમ ન માનીએ તો તમેટું = તે સંસર્ગનો અભેદ હોવાના કારણે સંસર્ગિ એવા અસ્તિત્વાદિ ધમનો પણ અભેદ થવાથી ભેદ માનવામાં વિરોધ આવે. આ સાતમું સંસર્ગ દ્વારા થયું.
(૮) રસ્ય ૨ પ્રતિવિષ નાનીવીતું = અસ્તિત્વાદિ ધમને કહેનારા શબ્દો પણ વિષયવાર જુદા જુદા હોય છે. અસ્તિત્વ ધર્મને કહેનારો “અસ્તિ” શબ્દ જેમ છે. એ જ શબ્દ નાસ્તિધર્મ જણાવતો નથી પરંતુ નાસ્તિત્વધર્મને કહેનારો “નાસ્તિ” શબ્દ જુદો છે. એમ વિષયવાર શબ્દ પણ ભિન્ન ભિન્ન છે. જો એમ ન માનીએ અને અસ્તિ-નાસ્તિ આદિ અનંત (સર્વ) ધમોને એક જ શબ્દથી વાચ્ય માનવામાં આવે તો તેની જેમ જ ઘટ-પટ-મઠ આદિ સંસારવત સર્વપદાર્થો પાણ એક જ શબ્દથી વાચ્ય બનવાની આપત્તિ આવે. અને જો આ રીતે સર્વપદાથો અને સર્વગુણો એક જ શબ્દથી જણાવી શકાતા હોય તો ઘટ-પટ-મઠ આદિ શબ્દાન્તરો = ભિન્નભિન્ન શબ્દો નિષ્ફળ થવાની આપત્તિ પણ આવે. માટે વાચ્ય ભિન્ન ભિન્ન હોતે છતે વાચક શબ્દ પણ ભિન્નભિન્ન હોવો જોઈએ.
ઉપર સમજાવ્યા પ્રમાણે જ્યારે વ્યાર્થિક (અભેદવાચી) નય ગૌણ કરવામાં આવે અને પર્યાયાર્થિકનય (ભેદવાચીનય) જ્યારે મુખ્ય કરવામાં આવે ત્યારે ઉપરોકત કાળ-આત્મરૂપ-અર્થ ઈત્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org