SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૩ સપ્તભંગીનું સ્વરૂપ રત્નાકરાવતારિકા નહીં. તેવી જ રીતે “સ” આ પણ ધન્દ્રસમાસવાચી એક જ પદ . પરંતુ તે એક પદ અનુક્રમે જ બે ધમોં સમજાવવામાં સમર્થ છે. કર્મધારય સમાસવાળું પદ પણ તે ઉભયનું યુગપપાણે વાચક નથી. પ્રથમ વિશેષણ અર્થ જણાવીને પછી જ વિશેષ્ય અર્થ જણાવે છે ઈત્યાદિ સ્વયં સમજી લેવું. પ્રશ્ન - એક પદ યુગ૫ક્ષણે ઉભય અર્થને કહેનારૂં ભલે ન હો. પરંતુ એક વાકય (પદોનો સમુહ તે વાકય) તો ઉભય અર્થને યુગપપાસે જણાવે છે એમ માનીએ તો શું દોષ ? ઉત્તર - આ વાત પણ ઉચિત નથી. જે એક પદ યુગ૫ક્ષણે ઉભય અર્થને ન જણાવી શકે તો વાકય તો ઘણાં પદોનું બનેલું છે તે તો યુગપપણે ઉભય અર્થને જણાવે જ કેમ ? અર્થાત્ ન જ જણાવે. એક પદ યુગ૫૫ણે ઉભય અર્થને જણાવતું નથી તત વ વાક્યમ્ = તે જ કારણથી વાય પણ તે ઉભયઅર્થનું (યુગ૫૫ણે) વાચક છે એ મતનું આ સમજાવવા વડે ખંડન થયેલું સમજી લેવું. આ પ્રમાણે એકી સાથે (યુગપપાણે) પ્રધાનભાવે અર્પણ કરાયેલા એવા અસ્તિત્વ અને નાસ્તિત્વ વડે આકાન્ત વસ્તુ સકલ વાચકરહિત હોવાથી “અવક્તવ્યભાવને” પામે છે. આ ચોથા ભાંગાને કોઈ કોઈ આચાર્યો (ગધહસ્તિકારાદિ આચાયો) ત્રીજા ભાંગાના સ્થાને જણાવે છે અને ત્રીજા ભાંગાને આ ચોથા ભાંગાની જગ્યાએ કહે છે. એમ કહેવામાં પણ કંઈ દોષ નથી. કારણ કે બન્ને વિચારોમાં કોઈ અર્થવિશેષ (અર્થભેદ) નથી. I૪-૧૮ अथ पञ्चमभङ्गोल्लेखमुपदर्शयन्ति . स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया युगपद्विधिनिषेधकल्पनया પમ: ૪-૨ll હવે પાંચમા ભાંગાના ઉલ્લેખને જણાવે છે – ઘટ-પટાદિ સમસ્ત વસ્તુ કથંચિવિવક્ષાએ અસ્તિ જ છે અને કથંચિત્ વિવક્ષાએ અવકતવ્ય જ છે એમ પ્રથમ વિધિકલ્પના દ્વારા અને પછી વિધિ નિષેધ ઉભયની સાથે કલ્પના કરવા દ્વારા આ પાંચમો ભાંગો થાય છે. ૪-૧૯ ટીકા - વ્યારિવાઈવાપેક્ષsસ્તિત્વે સત્યતિત્વનાસ્તિત્વમ્યાં સદ્ વસંતુમયં સર્વ વતુ ! ततः स्यादस्त्येव स्यादवक्तव्यमेवेत्येवं पञ्चमभङ्गेनोपदर्यत इति ॥४-१९॥ ટીકાનુવાદ - પ્રથમ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવ એમ સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ સર્વ વસ્તુઓ અસ્તિસ્વરૂપ છે એમ કહીને ત્યારબાદ અસ્તિત્વ અને નાસ્તિત્વ એમ ઉભયની સાથે વિવક્ષા કહેવાની ઈચ્છા થાય તો એક શબ્દ વડે યુગ૫૬ પાણે કહેવાને સર્વ વસ્તુ અશક્ય છે તેથી કથંચિત્ અતિ જ છે અને કથંચિત્ અવક્તવ્ય જ છે એમ પાંચમો ભાંગો જણાવાય છે. I૪-૧૯. अथ षष्ठभङ्गोल्लेखं प्रकटयन्ति - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy