________________
૬૩૯ સપ્તભંગીનું સ્વરૂપ
રત્નાકરાવતારિકા પણ છે અને અયોગોલકમાં પાણી છે. જ્યારે ધૂમહેતુનું અસ્તિત્વ માત્ર મહાનસમાં જ છે તેથી અયોગોલકમાં વહ્નિસાધ્યનો સદ્ભાવ હોવા છતાં પણ ધૂમહેતુનું જે નાસ્તિત્વ છે તે પ્રતિષેધ્ય (પ્રતિષેધને યોગ્ય છે. કારણ કે તેન = તે નાસ્તિત્વની સાથે સાથ્વસમાવાસ્તિત્વ = સાધ્યના સદ્ભાવમાં વર્તનારા હેતુના અસ્તિત્વનો વિનામાવત્વે = અવિનાભાવ માનવામાં ગાવાતાત્ = વ્યાઘાત આવે છે. હેતુનું સાધ્યની સાથે અવિનાભાવે વર્તવું એ લક્ષણ છે. પરંતુ ધૂમહેતુનું અસ્તિત્વ વહ્નિસાધ્યના સદ્ભાવમાં અવિનાભાવરૂપ પાગું નથી, તેથી અયોગોલકમાં સાધ્યવદ્ધિ હોવા છતાં સાધ્યના સર્ભાવમાં પણ જે નાસ્તિત્વ છે તે જ નાસ્તિત્વ (અસ્તિત્વની જેમ સ્વરૂપાત્મક ન હોવાથી) પ્રતિષેધ્ય છે. કારણ કે તેનૈવસ્વરૂપેગ = જે સ્વરૂપે હેતુનું અસ્તિત્વ છે તે જ સ્વરૂપે નાસ્તિપણાની પ્રતીતિ અભાવ છે. માટે તે જ નાસ્તિત્વ એકલું પ્રતિષેધ્ય છે.
આખી વાતનો સારાંશ એ છે કે સાધ્યના ભાવમાં હેતુનું અવિનાભાવપણે નિયત જે અસ્તિત્વ છે તે અસ્તિત્વ જ સાધ્યાભાવમાં નાસ્તિત્વ રૂપ છે. માટે અસ્તિત્વની જેમ નાસ્તિત્વ એ પાગ વસ્તુનું સ્વરૂપ માત્ર જ છે. તેથી અસ્તિત્વ જેમ પ્રતિષેધ્ય નથી તેમ નાસ્તિત્વ પણ પ્રતિષેધ્ય કેમ હોય ? આ રીતે જે હેતુનું અસ્તિત્વ છે તે જ નાસ્તિત્વ છે.
જૈન • ગ્રંથકારથી ઉત્તર આપે છે કે તત્ = તે ઉપરોકત વાત અસત છે મિથ્યા છે. આમ કરવાથી તમે હેતુનાં જે ત્રાણ રૂપ કહ્યાં છે (૧) પક્ષસત્ત્વ, (૨) સપક્ષસત્વ, અને (૩) વિપક્ષાસત્ત. એનો વિરોધ આવશે. કારણ કે સપક્ષમાં (સાધ્યના સદ્ભાવમાં) હતું જે અસ્તિત્વ છે તે જ સાધ્યાભાવમાં (વિપક્ષમાં) નાસ્તિત્વ માનવાથી વિપક્ષાસત્ત્વ એ ત્રીજું તાત્વિક રૂપ બનશે નહીં. બીજા રૂપને જ ત્રીજુ રૂપ માનવાથી વાસ્તવિક ત્રીજા રૂપનો અભાવ થશે. એક આ દોષ આવશે.
તથા વળી બીજો દોષ પણ જે આવશે તે આ પ્રમાણે - ય િવાવે = આ અસ્તિવૈકાન્તવાદી ભાવ (અસ્તિત્વ) અને અભાવ (નાસ્તિત્વ) એમ બન્નેનું જ એકત્વ જ માને છે. એક જ છે એમ કહે છે તો તે વાદીને કોઈ પણ સ્થાને સર્વથા પ્રવૃત્તિ કે નિવૃત્તિ થશે નહીં કોઈ પણ કાર્યમાં પ્રવૃત્તિ કરાશે નહીં અને કોઈ પણ કાર્ય થકી નિવૃત્તિ કરાશે નહીં, જેમ કે “આ અમૃત છે” અહીં અમૃત છે એમ સમજીને પ્રવૃત્તિ કરવી જોઈએ પરંતુ અમૃતનું અસ્તિત્વ અમૃતના નાસ્તિત્વ રૂપ છે. એટલે પ્રવૃત્તિ કેમ થાય ? પ્રવૃત્તિ કરે તો પણ નાસ્તિ રૂપ પણ હોવાથી ફળ કયાંથી આવે ? તેવી જ રીતે “આ તળાવમાં જલ નથી” અહીં જલનું નાસ્તિત્વ જાણીને નિવૃત્તિ કરવી જોઈએ પરંતુ તે જલનું નાસ્તિત્વ પણ અસ્તિત્વ રૂપ હોવાથી નિવૃત્તિ કેમ થાય ? માટે આવા વાદીને કયાંય પાગ પ્રવૃત્તિ કે નિવૃત્તિ થશે નહીં. કારણ કે પ્રવૃત્તિવિષય માવસ્યામવપરામવત્ = પ્રવૃત્તિ કરાવવાના વિષયભૂત એવું અસ્તિત્વ (ભાવત્વ પદાર્થની વિદ્યમાનતા) એ અભાવ (નાસ્તિત્વ) વિનાનું સંભવતું જ નથી. નાસ્તિત્વવાળું જ સંભવે છે તેથી પ્રવૃત્તિ કરે કેવી રીતે? એ જ પ્રમાણે નિવૃત્તિવિષય ગમવેચ ર માવદિાળ (મસન્મવીત) નિવૃત્તિ કરાવવાના વિષયવાળું અભાવત્વ (નાસ્તિત્વ) એ ભાવત્વ (અ7િ) વિના અસંભવિત છે એટલે નિવૃત્તિ કરે કેવી રીતે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org