________________
૩૬૫
તૃતીયપરિચ્છેદ સૂત્ર ૨-૩
રત્નાકરાવતારિકા
‘‘સ્મરણ’’ છે તેને કારણ-વિષય અને સ્વરૂપ વડે સમજાવે છે. ભૂતકાળમાં અનુભવેલી વસ્તુ પાછળલા કાળે જે યાદ આવે છે તેને સ્મરણ કહેવાય છે. તે સ્મરણમાં (૧) કારણ કોણ છે ? (૨) તે સ્મરણનો વિષય શું છે ? અને (૩) તે સ્મરણ કેવા પ્રકારના સ્વરૂપાત્મક હોય છે ? એમ ત્રણ પ્રકારે સ્મરણનો અર્થ સમજાવે છે.
ત્યાં (મતિજ્ઞાનના પ્રતિભેદાત્મક અવિચ્યુતિ અને વાસના નામનું) સંસ્કાર સ્વરૂપ જે જ્ઞાન છે તેનાથી ઉત્પન્ન થનારૂં, અનુભવેલા અર્થના વિષયને જ જણાવનારૂં, ‘“તે’ એવા આકારવાળું, જે જ્ઞાન અંતર્મુખપણે ઉત્પન્ન થાય છે તે સ્મરણ કહેવાય છે ૫૩-૩૫
तत्रेति प्राक्तनेभ्यः संस्कारप्रबोधसम्भूतत्वादिना गुणेन स्मरणं निर्द्धारयन्ति । संस्कारस्यात्मशक्तिविशेपस्य प्रबोधात् फलदानाभिमुख्यलक्षणात् सम्भूतमुत्पन्नमिति कारणनिरूपणम् । अनुभूतः प्रमाणमात्रेण परिच्छिन्नोऽर्थश्चेतनाचेतनरूपो विषयो यस्येति विषयव्यावर्णनम् । “तत्" इत्याकारं " तत्" इत्युलेखवत् । " तत्" इत्युलेखवत्ता चास्य योग्यतापेक्षयाssख्यायि ।
यावता " स्मरसि चैत्र ? कश्मीरेषु वत्स्यामस्तत्र द्राक्षा भोक्ष्यामहे " इत्यादि स्मरणे तच्छब्दोल्लेखो નોપશ્યત ત્ર, વિન્તુ-તું સ્મરળ ‘“તેવુ મીરેપુ’” કૃતિ, ‘‘તા: દ્રાક્ષા' કૃતિ સજ્કોટ્ટેલમત્યેવ । न चैवं प्रत्यभिज्ञानेऽपि तत्प्रसङ्गः । तस्य " स एवायम्" इत्युल्लेखशेखरत्वात् । इति स्वरूपप्रतिपादनम्
૫૩-શા
ટીકાનુવાદ - મૂલસૂત્રમાં કહેલા ‘‘તંત્ર’’ એવા શબ્દનો અર્થ ‘“ત્યાં’” થાય છે. ત્યાં એટલે કે ક્યાં ? તેનો અર્થ ખુલ્લો કરે છે કે આ જ પરિચ્છેદના બીજા સૂત્રમાં કહેલા સ્મરણ-પ્રત્યભિજ્ઞાનતર્ક ઈત્યાદિ પૂર્વે કહેલા પાંચ ભેદોમાંથી “સંÓાપ્રોધસભૂતત્વ’’ઈત્યાદિ પદો વડે સૌ પ્રથમ સ્મરણનો અર્થ ગ્રંથકારશ્રી સમજાવે છે.
સ્મરણ નામનો પરોક્ષપ્રમાણનો જે પ્રથમભેદ છે, તેનું નિરૂપણ આ ત્રીજા સૂત્રમાં છે. (૧) કારણ દ્વારા, (૨) વિષય દ્વારા અને (૩) સ્વરૂપ દ્વારા એમ ત્રણ ગુણધર્મોથી આચાર્યશ્રી ‘‘સ્મરણ” સમજાવે છે.
‘‘સંસ્કાર’’ નામની આત્મામાં પડેલી જે જ્ઞાનરૂપ શક્તિવિશેષ, (અર્થાત્ અવગ્રહ-ઈહા-અપાયાદિ દ્વારા થયેલા નિર્ણયને અવિચ્યુતિ ધારણા દ્વારા આત્મામાં દૃઢીભૂત કરેલી એવી જે વાસનાવિશેષ) તે સંસ્કાર કહેવાય છે. તે આત્મામાં પડેલી શક્તિવિશેષરૂપ સંસ્કારની જાગૃતિ થવાથી, એટલે કે ફળ આપવાને અભિમુખ જ્યારે તે સંસ્કાર થાય ત્યારે ઉત્પન્ન થનારૂં જે જ્ઞાન તે સ્મરણ કહેવાય છે. વાસના રૂપ સંસ્કાર આત્મામાં પડ્યા હોય પરંતુ આ આત્મા જ્યાં સુધી અન્યવિષયોમાં ઉપયોગ વાળો રહે છે ત્યાં સુધી આ વાસના જાગૃત થતી નથી અને તેથી સ્મરણ થતું નથી. તેથી જ્યારે આ વાસના સ્મરણ કરાવવા માટે જાગૃત બની ચુકી હોય ત્યારે તે વાસના નામના સંસ્કારમાંથી પ્રગટ થતું જે જ્ઞાન તે ‘‘સ્મરણ’’ કહેવાય છે. વાસનાત્મક જે સંસ્કાર છે તે પૂર્વકાલવર્તી હોવાથી કારણ છે. અને તેના દ્વારા પશ્ચાત્કાલમાં સ્મરણ ઉત્પન્ન થાય છે. માટે સ્મરણ એ કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org