SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૭ અમે જૈનો હવે તેનો પ્રત્યુત્તર આપીએ છીએ કે હે નૈયાયિકો તથા વૈશેષિકો ! તમારા વડે કહેવાયેલા આ સર્વપક્ષોમાં પ્રતિબંધક મણિ-મંત્રતંત્રાદિ દ્વારા અગ્નિમાં રહેલી દાહકક્તિનો નાશ કરાય છે એ એક જ પક્ષ અમે સ્વીકારીએ છીએ. અને તે પક્ષનો જ ઉત્તર હવે અમે અહીં હમણાં જ કહીએ છીએ. બાકીના સર્વ વિકલ્પોની શિલ્પ કળાની ઋત્વના = કલ્પના કરવામાં નજ્વાળા તમારૂં બોલવાપણું તે વૈઃ તમારા કંઠશોષ માટે જ (ગળુ દુઃખવા લાવવા રૂપ જ- નિરર્થક જ) છે. સારાંશ કે બાકીના બધા તમે કલ્પેલા વિકલ્પો નિરર્થક જ છે. તે સર્વ વિકલ્પોમાંથી પ્રતિબંધકો દ્વારા શિતનાશ કરાય છે એ એક જ પક્ષ અમને માન્ય છે. = - શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા ‘“શિત ના’” ના પક્ષમાં તમે જે કહ્યું કે જો પ્રતિબંધકો વડે શિક્તનો નાશ કરાતો હોય અને પ્રતિબંધક દૂર કરાયે છતે પુનઃ શક્તિ ઉત્પન્ન થતી હોય તો તે શક્તિ કોનાથી ઉત્પન્ન થાય છે ? શું ઉત્તેજકથી શક્તિ ઉત્પન્ન થાય છે કે પ્રતિબંધકાભાવથી થાય છે કે ક્ષેત્રકાલાદિકારકચક્રથી થાય છે કે અતીન્દ્રિયપદાર્થાન્તરથી થાય છે ? ઈત્યાદિ ચાર વિકલ્પો પાડીને જે કંઈ કહ્યું તત્ર = ત્યાં અમારૂં કહેવું છે કે અન્ય શક્તિના સહકારવાળા એવા તે પીટયોને: અગ્નિમાંથી જ દાહોત્પાદકશક્તિ પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે એમ અમારૂં કહેવું છે. કેવળ એકલા ઉત્તેજકથી આ શક્તિ ઉત્પન્ન થતી નથી. કેવળ એકલા પ્રતિબંધકાભાવથી પણ આ શક્તિ ઉત્પન્ન થતી નથી ઈત્યાદિ સમજી લેવું. આ શક્તિ અગ્નિમાંથી જ જન્મે છે. ફક્ત તે અગ્નિ અન્યશક્તિના (એટલે કે અપૂર્વ એવી બીજી શક્તિના) સહકારવાળી હોય ત્યારે જ તે અગ્નિમાંથી પુનઃ પુનઃ દાહોત્પાદક શક્તિ = ઉત્પન્ન થાય છે. તે નૈયાયિક અગ્નિની પાસે પ્રતિબંધક વિદ્યમાન હોય ત્યારે દાહોત્પાદકશક્તિને ઉત્પન્ન કરનારી તે બે નંબરવાળી અન્યશક્તિ પહેલેથી હતી કે ન હતી ? જો ન હતી એમ કહો તો તે અન્યશક્તિ વળી કોનાથી ઉત્પન્ન થશે ? અને તે અન્ય શક્તિ પણ શન્યન્તરસહષ્કૃત એવા (ત્રીજી કોઈ અન્યશક્તિના સહકારવાળા) અગ્નિથી જ આ (બે નંબરવાળી) અન્યશક્તિ ઉત્પન્ન થાય છે. એમ જો કહો તો તે ત્રીજી શક્તિ પણ શયન્તર (ચોથી શક્તિ)ના શ્રીરઃ સહકારવાળા એવા તમારેવ અગ્નિમાંથી જ જન્મશે. એમ પરંપરા ચાલતાં અનવસ્થા દોષ આવશે. જેમ દાહોત્પાદકશક્તિ અન્યશક્તિથી જન્મે છે. તેમ તે તે અન્યશક્તિ તૃતીયાન્યશક્તિથી અને તૃતીયાન્યશક્તિ ચતુર્થાન્યશક્તિથી જન્મશે. એમ થવાથી અનવસ્થા આવશે. હવે જો હે જૈનો ! તમે એમ કહો કે પ્રતિબંધકની વિદ્યમાન દશામાં તે અન્યશક્તિ (બે નંબરવાળી શક્તિ) પ્રથમથી છે જ. તો તે અન્યશક્તિ ત્યાં હાજર હોવાથી દાહોત્પાદક એવી પ્રથમશક્તિને ઉત્પન્ન કરશે જ. અને તે કારણથી જ અન્યશક્તિ વિદ્યમાન હોવાથી અને તેના વડે દાહજનકશિક્ત પણ ઉત્પન્ન થતી હોવાથી પ્રતિબંધક કાળે પણ સ્પષ્ટપણે ફોલ્લાદિ કાર્ય થવું જ જોઈએ. પરંતુ થતું નથી. માટે હે જૈનો ! તમારી આ વાત બરાબર નથી. જૈન હે નૈયાયિક ! અત્રોઅંતે અહીં તમારા આ પ્રશ્નનો ઉત્તર અમે કહીએ છીએ કે પ્રતિબંધકદશાના કાળે પણ દાહોત્પાદકશક્તિની જનક એવી તે અન્યશક્તિ (પ્રકાશકત્વાદિ) છે જ. www.jainelibrary.org Jain Education International : = = For Private & Personal Use Only =
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy