________________
૬૦૫
શકિત અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા - (૧) મિટાયામ્ = જે આ દાહકશક્તિ બીજીવાર ઉત્તેજકમાત્રથી આવતી હોય તો ઉત્તેજક એવા સૂર્યકાન્ત મણિ આદિનો જ્યારે અભાવ હોય તો પણ પ્રતિબંધક એવા ચંદ્રકાન્ત મણિ-મંત્રતંત્રાદિના અભાવ માત્રથી પાગ અગ્નિમાં દાહ થવા રૂપ કાર્યાર્જન જે થાય છે તે કેમ ઘટશે ? ઉત્તેજક જ જો નવી દાહકશક્તિ જન્માવતું હોય તો જ્યાં જન્માવનાર ઉત્તેજક ન લાવીએ અને કેવળ પ્રતિબંધકોનો જ અભાવ કરીએ તો પણ તે અગ્નિમાંથી દાહ થવા રૂપ કાર્ય થતું જે દેખાય છે તે જનક એવા ઉત્તેજક વિના કેમ ઘટશે ? માટે આઘભેદ બરાબર નથી.
(૨) દ્વિતીય મેન્ટે તત વ #ોરોસિસિદ્ધઃ = હવે જો બીજો પક્ષ કહો તો એટલે કે ઉત્તેજકથી આ નવી દાહકશક્તિ ઉત્પન્ન થાય છે એમ નહીં પરંતુ પ્રતિબંધકાભાવથી આ અપૂર્વ નવી દાહકશક્તિ જન્મે છે અને તે નવી દાહકશક્તિ સ્ફોટાદિની ઉત્પત્તિ કરે છે. આવું છે જેનો ! જો તમે કહેશો તો તે પણ તમારી વાત વ્યાજબી નથી. કારણ કે તે પ્રતિબંધકાભાવ માત્રથી જ ફોટાદિ કાર્યની ઉત્પત્તિ સિદ્ધ થઈ જાય છે. શક્તિની કલ્પના કરવી તે વ્યર્થ છે.
ભાવાર્થ એવો છે કે - પ્રતિબંધકાભાવથી અપૂર્વશક્તિનો જન્મ માનવો, અને અપૂર્વશક્તિથી દાદાદિ (સ્ફોટાઉદ) કાર્ય માનવું. આ લાંબી લાંબી કલ્પના કરવા કરતાં સીધે સીધું પ્રતિબંધકાભાવથી
જ દાદાદિ (ફોટાદિ) કાર્ય થાય છે એમ જ માનવું શું ખોટું ? કે જેમાં લાઘવ થાય છે. નાહક વચ્ચે શક્તિની કલ્પના કરવી અને ગૌરવ કરવું તે વ્યર્થ છે. (તથા વળી પ્રતિબંધકાભાવમાત્રથી નવી શક્તિ ઉત્પન્ન થતી હોય તો પ્રતિબંધક અને ઉત્તેજક બન્ને હોય ત્યારે પ્રતિબંધકાભાવ ન હોવા છતાં પણ દાહ થતો હોવાથી ત્યાં પણ અપૂર્વશકિતની ઉત્પત્તિ માનવી જ પડશે. તથા અભાવને જ અપૂર્વશક્તિનો ઉત્પાદક માનવાથી તમારા જ પૂર્વે કહેલા દોષો તમને લાગશે. ઈત્યાદિ યુક્તિ પણ જોડવી.)
(૩) તૃતીયે = હવે હે જૈનો ! જો તમે ત્રીજો પક્ષ સ્વીકારો તો એટલે કે પ્રતિબંધક દૂર કરાય ત્યારે જે અપૂર્વ એવી નવી દાહકશક્તિ અગ્નિમાં જન્મે છે તે ત્યાં વિદ્યમાન એવા ક્ષેત્રકાળ આદિ અન્ય કારકોના સમુહથી નવી દાહકશક્તિ અગ્નિમાં ઉત્પન્ન થાય છે. આવું જ કહેશો તો તે અન્ય દેશ-કાળ આદિ કારકચક્ર તો પ્રતિબંધકના સદ્ભાવ કાળે પણ ત્યાં અગ્નિ પાસે હાજર જ છે. ત્યારે પાગ (પ્રતિબંધક હાજર હોય ત્યારે પણ) દાહ કરનારી અપૂર્વ એવી નવી શક્તિ ઉત્પન્ન થવી જોઈએ. કારણ કે જો આ નવી શક્તિ ક્ષેત્ર-કાલાદિ અન્ય કારાગોના ચક્રથી થતી હોય તો તે કારણોનું ચક્ર પ્રતિબંધક કાળે પણ વિદ્યમાન જ છે ત્યાં કેમ અપૂર્વશકિત ઉત્પન્ન થતી નથી? ત્યાં પણ આવી અપૂર્વશક્તિ ઉત્પન્ન થવાનો પ્રસંગ તમને આવશે.
(૪) તુર્થે તુ = હવે હે જેનો ! જો તમે ચોથો પક્ષ સ્વીકારશો તો, એટલે કે પ્રતિબંધક દૂર કરાય ત્યારે તે અગ્નિમાં અથવા અગ્નિ પાસે એવો કોઈ અતીન્દ્રિય બીજો પદાર્થ છે કે જે તે બીજો પદાર્થ અપૂર્વદાહકશક્તિને જન્મ આપે છે. અને તેનાથી દાહ થાય છે. આવી જ કલ્પના કરશો તો તત ઇવ સ્કોર્ટ = તે અતીન્દ્રિય એવા માનેલા પદાર્થોત્તરથી જ ફોટાદિ દાહ થઈ જશે. સિમનયા માર્યમ્ = આ શક્તિને માનવા વડે શું લાભ ? ભાવાર્થ એવો છે કે - પાર્થાન્તરન રાત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org