________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯
૫૭૦ હવે જેમ ઘટ-પટ ચક્ષુ ગ્રાહ્ય હોવાથી પૌલિક છે. ઘનસાર અને ચંદન ઘાણગ્રાહ્ય હોવાથી પૌદ્ગલિક છે તેવી જ રીતે શબ્દ પણ શ્રોત્રગ્રાહ્ય હોવાથી ઈન્દ્રિયગ્રાહ્યતા ઘટપટમાં ઘનસાર-ચંદનમાં અને શબ્દમાં સમાન હોવાથી “શબ્દ એ પણ પૌગલિક જ છે'', એમ પરવાદી (નૈયાયિક વડે) સ્વીકારાશે જ. અને (જૈનોની અપેક્ષાએ) પરવાદી (નૈયાયિક) વડે શબ્દને એકવખત પૌદ્ગલિક છે એમ સ્વીકારાયે છતે અને પૌલિક માનવામાં અને પૌદ્ગલિક હોવાના કારણે સ્પર્શનું અસ્તિત્વ માનવામાં કોઈપણ જાતની બાધા ન આવવાથી. શબ્દમાં સ્પર્શ હશે કે નહીં ? એમ સંદેહ જ માત્ર રહેશે. પરંતુ સ્પર્શના અભાવનો નિર્ણય થઈ શકતો નથી. તેથી તમારો હેતુ સંદિગ્ધાસિદ્ધ હેત્વાભાસ થાય છે.
સારાંશ કે ઘટપટાદિ ચક્ષુ ગ્રાહ્ય હોવાથી અને ઘનસાર-ચંદનાદિ ઘાણગ્રાહ્ય હોવાથી જેમ પૌગલિક છે તેમ શબ્દ પણ શ્રોત્રગ્રાહ્ય હોવાથી પૌલિક જ છે એમ તો નકકી થઈ જ જાય છે. અને પરવાદી એવા (નૈયાયિક) શબ્દને એકવાર પૌગલિક સ્વીકારે તો તેમાં કોઈ બાધા ન હોવાથી ઉદ્દભૂત કે અનુભૂત એમ બે પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારનો સ્પર્શ હોઈ શકે છે. માટે સ્પર્શ છે કે નહીં એવી કદાચ શંકા થઈ શકે છે. પરંતુ સ્પર્શ નથી જ એવો નિર્ણય થતો નથી. માટે હેતુ સંદિગ્ધાસિદ્ધ બને છે. અહી ટીકામાં પૌરાત્વેિન પરે પ્રાિદ્યમાને પદમાં : નો અર્થ તૈયાયિકો એવો અમે જે અર્થ કર્યો છે તે પંડિત શ્રી જ્ઞાનચંદ્રજીકૃત “ટિપ્પણી” ના આધારે કરેલ છે. પરંતુ શ્રી રાજશેખર સૂરિજીકૃત પંજિકામાં “રે:” નો અર્થ જૈનો એવો કરેલ છે. એવો અર્થ જો કરીએ તો વાક્યનો અર્થ આ રીતે સંગત થાય છે કે - શબ્દમાં પૌગલિકપણું (નૈયાયિકાની અપેક્ષાએ) પરવાદી એવા જૈનો વડે સ્વીકારાય જ છે અને તેમ સ્વીકારવામાં કોઈ પણ જાતની બાધા આવતી ન હોવાથી શબ્દમાં સ્પર્શ હોવા - ન હોવાની ઉપલબ્ધિ ન હોવાથી કદાચ શંકા માત્ર થાય છે કે શબ્દમાં સ્પર્શ હશે કે નહીં હોય ? પરંતુ સ્પર્શ નથી જ એવો નિર્ણય થઈ જતો નથી. તેથી હેતુ સંદિગ્ધાસિદ્ધ થાય છે. આ રીતે અર્થસંગતિ કરવી.
તથા હે નૈયાયિક - ૨ નાસ્તિ તનિયમ્ = તે શબ્દમાં સ્પર્શનો નિર્ણય જણાવનારૂં કોઈ પણ પ્રમાણ અમારી (જૈનોની) પાસે નથી એમ નહીં. પરંતુ પ્રમાણ છે જ. તે પ્રમાણ આ પ્રમાણે છે - શબ્દાશ્રય એવી ભાષાવર્ગણા (પક્ષ), સ્પર્શવાનું છે (સાધ્ય), અનુકુળવાયુ અને પ્રતિકુલવાયુ હોતે છતે તથા દૂર અને નજીક બેઠેલા પ્રાણી વડે અનુક્રમે ઉપલભ્યમાન અને અનુપલભ્યમાન એવો ઈન્દ્રિયનો વિષય હોવાથી (હેતુ), તેવા પ્રકારના ગન્ધાધારવાળા ઘનસારચંદન-કમળ આદિદ્રવ્યોની જેમ (ઉદાહરણ).
જેમ ઘનસારાદિ દ્રવ્યોની અનુકુળવાયુ હોય ત્યારે ઉત્કટગંધ અનુભવાય છે. અને પ્રતિકુળવાયુ હોય ત્યારે અલ્પ પણ ગંધ અનુભવાતી નથી, તથા ઘનસારાદિ તે દ્રવ્યો નજીક બેઠેલાને ઉત્કટપણે અનુભવાય છે અને દૂર બેઠેલાને અલ્પ પાગ ગંધ આવતી નથી તે દ્રવ્યો આવા પ્રકારના ઈન્દ્રિયના વિષયરૂપ હોવાથી પૌલિક છે. તેવી જ રીતે શબ્દ પણ અનુકુળવાયુ વખતે જ સંભળાય છે. પ્રતિકુળવાયુ વખતે અલ્પ પણ સંભળાતો નથી. નજીક બેઠેલાને બરાબર સંભળાય છે. દૂર બેઠેલાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org