________________
૫૬૫ વર્ણાદિના નિત્યત્વની ચર્ચા
રત્નાકરાવતારિકા संटङ्कितगुडायमानत्वात् । तस्मात् क्रमोत्पदिष्णुतत्तद्गकारादिपर्यायोपहितभाषाद्रव्यात्मको गोशब्द एव सदृशपरिणामात्मा वाचकोऽस्तु । तथा च क्षीणाऽर्थापत्तिः ॥ | મીમાંસક - ર ર ર = જેવો હકારમાં કંઠ્ય અને ઉરસ્ય એવો સ્થાનભેદ જણાય છે તેવો વાયુ વિશેષ સ્વરૂપ સ્થાનભેદ રૂ૫ વિશેષાવભાસ ગકારમાં જણાતો નથી. અર્થાત્ સર્વે ગકારો કંઠ્ય સ્થાનવાળા અને સ્પષ્ટ આસ્ય પ્રયત્નવાળા જ છે.
જૈન - એમ ન કહેવું. આ ગકાર તીવ્ર છે. આ ગકાર મંદ છે. એવા તીવ્ર-મંદાદિ વિશેષધમ ગકારમાં પણ સ્કુરાયમાન થાય છે.
મીમાંસક - ર માં જે તીવ્ર-મંદાદિ ધમાં દેખાય છે તે ધમ #ાર ના નથી પરંતુ વ્યંજક એવા વાયુવિશેષ સ્વરૂપ ધ્વનિસંબંધી છે. માટે ત્યાં વ્યંજક એવા ધ્વનિ સંબધી જ તીવ્ર-મંદાદિ ધર્મો સ્કુરાયમાન થાય છે.
જૈન - આનો ઉત્તર પહેલાં કહેવાઈ જ ગયો છે એટલે કે નકારાદિમાં જણાતો તીવ્ર-મંદાદિનો ભેદ વ્યંજકાશ્રિત નથી પરંતુ ગકારાદિ શબ્દ માત્રને જ આશ્રિત છે. આ વાત પહેલાં કહેવાઈ જ ગઈ છે છતાં જો આ તીવ્ર-મંદાદિની વિશેષતા વ્યંજકાશ્રિત જ માનશો તો અકાર-ઈકાર-ઉકાર આદિમાં પણ અનુભવાતો તે તે ભેદ. તાત વાસ્તુ = તે વ્યંજક સંબંધી જ હો. તથા ૨ = અને જો એમ હોય તો વર્ણ એક જ હો. એમ પણ કલ્પના કેમ ન કરાય ? માટે અકારાદિમાં સ્થાનભેદ, આસ્વપ્રયત્નભેદ જેમ વ્યંજકનો નથી. પરંતુ શબ્દનો પોતાનો છે. તેમ ગકારાદિમાં પણ તીવ્ર-મંદાદિ વિશેષાવભાસ વ્યંજકનો નથી પણ ગકારાદિ શબ્દનો પોતાનો છે. આ રીતે અનેક ગકારોમાં તીવ્રમંદાદિભેદે વિશેષાવભાસ સ્વતઃ પોતાનો જ છે. એમ સિદ્ધ થાય છે. તેથી ગકારોમાં ભેદ છે
છતાં માનો કે ગકારોમાં તીવ્ર-મંદાદિનો વિશેષાવભાસ વ્યંજક આશ્રયી હોય છે નહી તો પણ માનો કે હોય) તો પાણ ગકારોમાં અનેકત્વ તો છે જ. એટલે કે વિશેષાવભાસ ભલે ન હો. પરંતુ ભેદાવભાસ તો છે જ. નઃિ વાક્યોમાં “આ ઘણા ગકાર છે.” એવી પ્રતીતિ સર્વને થાય જ છે. જગતમાં પણ વિશેષાવભાસ વિના પણ ભેદાવભાસ થતો જોવાયો છે. જેમ કે સરસવના ઢગલામાં પ્રત્યેક દાણા વચ્ચે ગુરૂતા (ભારેપણું) લઘુતા (હલકાપણું), બાદ્રિ શબ્દથી મોટાપણુનાનાપણું ઈત્યાદિ વિશેષાવભાસ ન હોવા છતાં પણ તે સરસવના દાણામાં ભેદ તો પ્રતીત થાય જ છે. સરસવના દાણા વજનમાં અને કદમાં સરખા હોવાથી વિશેષાવભાસ ભલે નથી પરંતુ દાણાનું બહુત્વ તો જગપ્રસિદ્ધ છે. દાણાઓમાં પરસ્પરભેદ-અનેકત્વનો તો પ્રતિભાસ થાય જ છે. કારણ કે સરસવના ઘણા દાણા છે. એવી પ્રતીતિ સર્વેને થાય છે જ. તેવી જ રીતે -મ-૩ ઈત્યાદિ શબ્દોમાં રહેલા ગકારોમાં જો કે તીવ્ર-મંદાદિ વિશેષાવાભાસ પણ છે જ. છતાં તે વિશેષાવભાસ મારાદ્રિ શબ્દનો ન માનો અને વ્યંજકનો માનો તો પણ ભેદાવભાસ તો ગકારાદિમાં સ્વતઃ પોતાનો છે જ. એમ સિદ્ધ થાય છે અને આ રીતે અનેક ગકારો સિદ્ધ થતાં = મોત જાતિ સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org