SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ નય તત્ત્વાલકની રત્નાકરાવતારિકા ટીકાના અનુવાદ વિષે પ્રાસંગિક પ્રાકથન પૂજય વાદિદેવસૂરિજી મહારાજ સાહેબે પ્રમાણ નય તત્ત્વાલક ગ્રંથ બનાવેલ છે. તેઓશ્રીના શિષ્ય રત્નપ્રભાચાર્ય “રત્નાકરાવતારિકા” ટીકા બનાવી છે. અતિશય ન્યાય અને વાદવિવાદથી ભરપૂર પ્રમાણ ગ્રંથ ઉપર ટીકા બનાવી સર્વદર્શનોના વિવાદાસ્પદ વાતોનું યુક્તિપૂર્વક નિરસન કરેલ છે. જૈન દર્શનના સહસ્યોને સમજવા પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મ. સા. પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. તથા પૂજ્ય કલિકાલ સર્વજ્ઞાદિના બનાવેલા ગ્રંથોના રહસ્યોને સમજવા માટે તથા બુદ્ધિની તેજસ્વિતા પ્રાપ્ત કરવા માટે પ્રમાણનયતત્ત્વાલકનો તથા રત્નાકરાવતારિકાનો અભ્યાસ બહુ ઉપયોગી છે. આવી કાઠિન્યતાવાળી ટીકાનો અનુવાદ કરીને અભ્યાસક વર્ગની ઘણા સમયની જરૂરિયાત પૂર્ણ કરવા બદલ પંડિતશ્રી ધીરૂભાઈ અભિનંદનને પાત્ર છે. શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતાની જન્મભૂમિ બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાનું સૂઇગામ છે. શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં લગભગ આઠ વર્ષ સુધી રહીને કર્મસાહિત્ય, વિશેષાવશ્યકભાષ્ય, સંસ્કૃત સાહિત્ય સિદ્ધહેમ વ્યાકરણ અને તર્કસંગ્રહાદિનો અભ્યાસ કરી જૈન પંડિત તરીકે સારી પ્રસિદ્ધિ મેળવી છે. મહેસાણા સંસ્થામાં જ બે વર્ષ અધ્યાપન કરાવી લગભગ બત્રીસ વર્ષ સુધી અમદાવાદમાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. સાહેબોને કર્મસાહિત્ય, વ્યાકરણ, ન્યાય, અને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરાવી તથા શ્રાવક-શ્રાવિકાગણનો રાત્રિ કલાસ ચલાવી તત્ત્વજ્ઞાનનો સુંદર પ્રચાર-પ્રસાર કરેલ છે. તેઓશ્રીની રજુઆતશૈલીથી આકર્ષાઇને અમેરિકા-કેનેડા-લંડન અને સિંગાપુરમાં રહેતો જિજ્ઞાસુ વર્ગ પરદેશમાં પંડિતજીને બોલાવી તેઓના તત્ત્વજ્ઞાનનો લાભ લે છે. વર્તમાન જૈન પંડિતોમાં સારું સ્થાન ધરાવતા પંડિતશ્રી ધીરજલાલભાઈ પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને પદર્શનસમુચ્ચય, સમ્મતિતર્ક, કર્યપ્રકૃતિ આદિ ઉચ્ચકોટિના ગ્રંથોનો સુંદર અભ્યાસ જ્યારે કરાવે છે. ત્યારે તેમની રજુઆત શૈલીથી અભ્યાસકવર્ગ જ્ઞાનગંગામાં ઓતપ્રોત બને છે. તે તેમની શૈલી પ્રશંસનીય છે. આ પ્રમાણનયતત્તાલોકથી જૈનદર્શનમાં સ્યાદ્વાદસિદ્ધાન્તથી જણાવાયેલ પદાર્થોનું સ્વરૂપ સારી રીતે સમજી શકાય છે અને પરંપરાએ રાગદ્વેષની પરિણતિ મંદ થાય છે. તેનાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. જૈનદર્શનમાં જણાવાયેલ પદાર્થોના રહસ્યોને સમજવા માટે આ ટીકા ખરેખર યથાર્થ જ નૌકાનું કામ કરે છે અને આ નાવ દ્વારા અનેક મહાગ્રંથોમાં અભ્યાસકવર્ગ પ્રવેશ પામે એમ ઇચ્છું છું. અંતમાં પંડિત શ્રી ધીરૂભાઈ અભ્યાસકવર્ગને ઉપયોગી અન્ય ગ્રંથોનું પણ સંપાદન કરે તેવી આશા રાખું છું. એજ લિ. તા. ૧૪-૨-૯૯ માણેકલાલ હરગોવનદાસ સોનેથા. સાહિત્યશાસ્ત્રી ડી. બી. એડ. સુરત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy