________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯
૧૫૦
નિર્મળ પાણીરૂપ ભાજનમાં પ્રતિબિંબિત એવા મુખાદિ અંગોમાં રહેલી તરલતા (ચંચળતા) જેમ ચક્ષુર્ગોચર થાય છે તેમ જલમાં રહેલું અચાક્ષુષ એવું માધુર્ય પણ ચક્ષુ દ્વારા થતા પ્રત્યક્ષ વડે દેખાવું જોઈએ, પણ દેખાતું નથી.
સાર એ છે કે જળમાં મુખનું પ્રતિબિંબ પડે છે. એટલે જળ એ પ્રતિબિંબનું ભંજક દ્રવ્ય છે. વાયુની લહરીઓથી પાણી ચંચળ બને છે એટલે તેનાથી પ્રતિબિંબ પણ ચંચળ બને છે. એટલે તરલતા (ચંચળતા) એ જલનો ગુણ પણ છે અને પ્રતિબિંબનો ગુણ પણ છે. પરંતુ જલગત મધુરતા એ જલનો જ ધર્મ છે પ્રતિબિંબનો ધર્મ નથી. હવે પ્રતિબિંબ ચક્ષુનો વિષય હોવાથી ચક્ષુગોચર થાય છે. તેથી તેના ધર્મરૂપ તરલતા ભલે વ્યંજક એવા જલથી ઉત્પન્ન થઈ છે છતાં પ્રતિબિંબનો ધર્મ હોવાથી જેમ ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. તેમ જલગત મધુરતા એ માત્ર ભંજકનો જ ધર્મ હોવાથી, પ્રતિબિંબનો ધર્મ ન હોવાથી, અને અચાક્ષુષ હોવાથી ચક્ષુગોચર થતી નથી. તેમ તીવ્રમંદાદિ ધર્મો જો શ્રોત્રગ્રાહ્ય એવા શબ્દના ન હોય અને વ્યંજક એવા વાયુ વિશેષ રૂપ ધ્વનિના હોય તો ધ્વનિ વાયુવિશેષ રૂપ હોવાથી શ્રોત્રથી અગ્રાહ્ય છે. તેથી તેના તીવ્રમંદાદિ ધર્મો પણ શ્રોત્રથી અગ્રાહ્ય જ બનશે.
જે (શબ્દ) શ્રોત્રગ્રાહ્ય છે તેના તીવ્રમંદાદિ ધર્મો નથી. અને જે (વાયુ)ના તીવ્રમંદાદિ ધર્મો છે. તે વાયુ સ્વરૂપ ધ્વનિઓ શ્રોત્રગ્રાહ્ય નથી. માટે તેના ધર્મો પણ શ્રોત્રગ્રાહ્ય થવા જોઈએ નહીં. મીમાંસક - કોષ્ઠવાયુવિશેષ રૂપ ધ્વનિને હવે અમે ભંજક નથી કહેતા. કારણ કે ધ્વનિને વ્યંજક માનવામાં તેના તીવ્ર મંદાદિ ધર્મો પણ શ્રોત્ર અગ્રાહ્ય થવાનો દોષ તમે ઉપર કહ્યો તેમ અમને આવે છે. પરંતુ હવે અમે એમ કહીશું કે “ત્રોત્રમ્રાહ્ય વ હ્રશ્ચિÉ: = કોઈ એક એવો અવાચ્ય પદાર્થ છે કે જે શબ્દનો વ્યંજક છે. શ્રોત્રગ્રાહ્ય છે. તીવ્રમંદાદિ ધર્મવાળો છે અને તે અનિત્ય છે. એવું અમે માનીશું. જેથી અમને કોઈ દોષ આવશે નહીં.
(૧) જો તીવ્રમંદાદિ ધર્મો શબ્દના માનીએ તો તીવ્રમંદાદિ ધર્મો અનિત્ય હોવાથી તેનો ધર્મી શબ્દ પણ અનિત્ય થઈ જાય છે. માટે તીવ્રમંદાદિ ધર્મો શબ્દના નથી. પરંતુ અમે કલ્પેલા કોઈ એક અવાચ્ય પદાર્થના છે.
(૨) જો આ તીવ્રમંદાદિ ધર્મોં વાયુવિશેષ રૂપ ધ્વનિના માનીએ તો ધ્વનિ અશ્રાવણ હોવાથી તીવ્રમંદાદિ ધર્મો પણ અશ્રાવણ બની જાય છે તેથી આ તીવ્રમંદાદિ ધર્મો નથી શબ્દના કે નથી ધ્વનિના, પરંતુ તે બન્નેથી જુદો કોઈ ત્રીજો અવાચ્ય પદાર્થ છે. તેના તીવ્રમંદાદિ ધર્મો છે એમ કલ્પીશું અને તે કલ્પેલો ત્રીજો પદાર્થ શ્રોત્રગ્રાહ્ય પણ છે. તીવ્રમંદાદિધર્મ વાળો પણ છે. શબ્દનો એ વ્યંજક છે અને અનિત્ય છે. એમ અમે માનીશું.
(૩) તીવ્રમંદાદિ ધર્મો અનિત્ય છે પરંતુ તેનો ધર્મી શબ્દ નથી એટલે શબ્દ અનિત્ય માનવાની જરૂર નથી, તે ધર્મો અવાચ્ય પદાર્થના છે અને તે અવાચ્ય પદાર્થ અમે અનિત્ય માન્યો જ છે. માટે હવે શબ્દને અનિત્ય માનવાની જરૂર રહેતી નથી.
(૪) તીવ્રમંદાદિ ધર્મો જે અવાચ્ય પદાર્થના છે તે અવાચ્યપદાર્થ અમે શ્રોત્રગ્રાહ્ય માન્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org