________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭
૫૩૮
ઈતરસામગ્રીની વિગુણતાથી વિસંવાદ થયો હોય એવું બની શકે છે તે તારા વડે પણ સમજાય તેમ જ છે.
જેમ આમ તરીકે જગપ્રસિદ્ધ કોઈ મહાત્મા પુરૂષ ઉપદેશેલો મંત્ર સર્વક્ષેત્રે અને સર્વકાલે ફળ આપનાર બનતો હોવા છતાં પણ કવચિત્ મન્ત્ર જપનારની અશુદ્ધિથી અથવા મન્ત્રજાપની અવિધિથી અથવા મન્ત્રોચ્ચારની અશુદ્ધિથી ઈત્યાદિ ઈતરસામગ્રીની વિકલતાથી અન્યત્ર ફળપ્રાપ્તિવાળો મંત્ર પણ આવા સ્થાને ફળની અપ્રાપ્તિવાળો બને જ છે. તેમ વેદોમાં કહેલી પૂજાવિધિમાં પણ ફળનો વિસંવાદ વકતાના ગુણવત્તાના અભાવથી નહીં પરંતુ ઈતરસામગ્રીની વિકલતાથી સમજવો. માટે વેદો પૌષય જ છે એમ સિદ્ધ થાય છે.
મીમાંસક કેવળ એકલું અવિસંવાદિવચન સર્વથા સર્વજ્ઞ અને વીતરાગ હોય તો જ હોઈ શકે, અજ્ઞાન અને રાગાદિ દોષો ભુલ કરાવે જ, માટે સર્વજ્ઞવીતરાગનું વચન જ નિર્દોષ હોઈ શકે પરંતુ તેવા સર્વજ્ઞ વીતરાગ કોઈ છે જ નહીં. તેથી વેદોને પૌરૂષય માનવામાં પણ ગુણવાનું વક્તા હોય તો પણ અલ્પજ્ઞ અને રાગાદિમાન્ હોવાથી પ્રમાણ કેમ ગણાય ?
જૈન આ સંસારમાં રાગ-દ્વેષ અને અજ્ઞાન આદિ દોષોથી શૂન્ય એવા (સર્વજ્ઞ અને વીતરાગ) પુરૂષવિશેષ હોય જ છે અને છે જ, તેનો નિર્ણયવિશેષ અમે પૂર્વે બીજા પરિચ્છેદના ચોવીસમા સૂત્રમાં કહી ચુકયા છીએ, ત્યાંથી જોઈ લેવો.
किश्व, अस्य व्याख्यानं तावत् पौरुषेयमेव । अपौरुषेयत्वे भावना - नियोगादिविरुद्धव्याख्याभेदाभावप्रसङ्गात् । तथा च को नामात्र विश्रम्भो भवेत् ? कथं चैतद्ध्वनीनामर्थनिर्णीतिः ? । लौकिकध्वन्यनुसारेणेति चेत् ? किं न पौरुषेयत्वनिर्णीतिरपि तत्रोभयस्यापि विभावनात् । अन्यथा त्वर्द्धजरतीयम् । न च "लौकिकार्थानुसारेण मदीयोsर्थः स्थापनीयः " इति श्रुतिरेव स्वयं वक्ति । न च जैमिन्यादावपि तथा कथयति प्रत्यय इत्यपौरुषेयबचसामर्थोऽप्यन्य एव कोऽपि सम्भाव्येत । पौरुषेयीणामपि म्लेच्छार्यबाचामैकार्थ्यं नास्ति, किं पुनरपौरुषेयवाचाम् ? ततः परमकृपापीयूषप्लाबितान्तःकरणः कोऽपि पुमान् निर्दोषः प्रसिद्धार्थैः ध्वनिभिः स्वाध्यायं विधाय व्याख्याति, इदानीन्तनग्रन्थकारवत् । इति युक्तं पश्यामः । यदवोचाम च
च्छन्दः स्वीकुरुषे प्रमाणमथ चैतद्वाच्यनिश्चायकम् ।
कश्विविश्वविदं न जल्पसि ततो जातोऽस्यमूल्यक्रयी ॥ इति ।
તથા વળી આ વેદોની શબ્દરચના વ્યવસ્થિત હોવાથી પૌરૂષય જ છે અને તે જ વાત અત્યાર સુધીની ચર્ચાથી સિદ્ધ કરી, છતાં તમે તે ન સ્વીકારતા હો, તો તે વાત હમણાં બાજુ ઉપર રાખીએ, અર્થાત્ વેદોની શબ્દરચના સકર્તૃક છે કે અકર્તૃક છે આ વાત હમણાં બાજુ ઉપર રાખીએ પરંતુ વેદોનું જે અર્થકથન છે. એકેક પંક્તિનો જે શબ્દાર્થ છે ભાવાર્થ છે તે તો પૌષય જ છે. જો અર્થવ્યાખ્યાન અપૌરૂષય માનીએ તો શબ્દોના અર્થો ભાવના રૂપ છે. કે નિયોગ રૂપ જ છે કે આદિશબ્દથી વિધિરૂપ જ છે કે પ્રેરણારૂપ જ છે. ઈત્યાદિ જે પરસ્પર વિરુદ્ધ એવા વ્યાખ્યાના ભેદો છે તેનો અભાવ થવાનો પ્રસંગ આવશે., શબ્દના અર્થની બાબતમાં તમારાજ અનુયાયીવર્ગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org