SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭. ૫૨૮ જેની એવી પ્રવૃત્તિ ત્યાં હોય અથવા ન હોય, પરંતુ “અહી આ ઘટ છે” એવો પદાર્થનો બોધ પ્રમાણવાકયે કરાવ્યો, તાવતૈવ = તેટલા માત્ર પ્રયોજનથી જ પંડિતપુરૂષોને “અર્થબોધ સમજવા રૂપ” અપેક્ષા બુદ્ધિ સમાપ્ત થઈ જતી હોવાથી આ વાક્યની પવિત્ર એવી પ્રમાણતા સમજી લેવી જોઈએ. સર્વ વાતનો સાર એ છે કે જે જે વાકયો બોલાય છે તે તે વાકયો પોત પોતાના પ્રતિનિયત વાચ્ય અર્થને અવિસંવાદિપણે જણાવે. એટલા માત્રથી જ તે તે વાક્યો પ્રમાણ બને છે. પરંતુ ઉપદેશ દ્વારા પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવે અથવા પ્રવૃત્તિ-નિવૃત્તિ દ્વારા ફળપ્રાપ્તિ કરાવે તો જ તે ઉચ્ચારણ કરાયેલાં વાકયો પ્રમાણ બને એવું હોતું નથી. માટે રીઢો વાળું વાક્ય જેમ પોતાના વાગ્ય અર્થબોધ માત્ર કરાવવા વડે પ્રમાણ બને છે તેમ નાપતિઃ વા ઢું માત્ ઈત્યાદિ વાકય પણ પોતાના પ્રતિનિયત એવા વાચ્ય અર્થને અવિસંવાદિપણે જણાવનાર છે માટે પ્રમાણ માનવું જોઈએ. પરંતુ કાર્યાર્થતા તેમાં જોડવી જોઈએ નહીં. કાર્યાર્થતા પુરૂષની ઈચ્છાને આધીન છે. યુવા = અથવા તેથી આ સાધુસેવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ' આ પ્રમાણે ઉપદેશ દ્વારા પ્રવૃત્તિ કરાવવા રૂપ અર્થને જણાવનાર હોવાથી કાર્યાર્થતા છે માટે જો આ વાકયને તમે પ્રમાણ કહેતા હો તો ભલે તેવી રીતે પ્રામાખ્યમ્ રિતુ = પ્રમાણતા હો. (અર્થાત પ્રત્યેક વાકયો સ્વવાચ્ય અર્થના અવિસંવાદિપણે પ્રતિપાદક હોય છે તેનાથી જ પ્રમાાગ બને છે પ્રવૃત્તિ આદિને જણાવવા વડે પ્રમાણ બનતા નથી. છતાં પ્રવૃત્તિને જગાવવા રૂપ કાર્યાર્થતા ત્યાં રહેલી છે માટે ત્યાં પ્રમાણતા છે એમ તમે જો માનો તો ભલે તેમ હો.) તો પણ કુરાહો વાળા વાકયની જેમ જ વેદોમાં પોતાના કર્તાને પ્રતિપાદન કરનારું આગમ પણ કર્તાનો સ્વીકાર કરાવવા રૂપ પ્રવૃત્તિ” કરાવનાર હોવાથી ત્યાં પાણ કાર્યાર્થતા થઈ જ. અને તેથી તે આગમને પણ પ્રમાણતા પ્રાપ્ત થઈ જ. આ પ્રમાણે તમારું અનુમાન આગમબાધિત પણ છે જ. यत्तु कञस्मरणं साधनम्, तदविशेषणं सविशेषणं वा वयेत ? प्राक्तनं तावत् पुराणकूपप्रासादारामविहारादिभिर्व्यभिचारि, तेषां कत्रस्मरणेऽपि पौरुषेयत्वात्। द्वितीयं तु सम्प्रदायाव्यवच्छेदे सति कर्चस्मरणादिति व्यधिकरणासिद्धम्, कर्जस्मरणस्य श्रुतेः अन्यत्राश्रये पुंसि वर्तनात् । अथापौरुषेयी श्रुतिः, सम्प्रदायाव्यवच्छेदे सति अस्मर्यमाणकर्तृकत्वात्, आकाशवत्, इत्यनुमानरचनायामनवकाशा व्यधिकरणासिद्धिः । मैवम्, एवमपि विशेषणे सन्दिग्धासिद्धतापत्तेः । तथाहि - आदिमतामपि प्रासादादीनां सम्प्रदायो व्यवच्छिद्यमानो विलोक्यते । अनादेस्तु श्रुतेरव्यवच्छेदी सम्प्रदायोऽद्यापि विद्यत इति मृतकमुष्टिबन्धमन्वकार्षीत् । तथा च कथं न सन्दिग्धासिद्धं विशेषणम् । विशेष्यमप्युभयासिद्धम्, वादिप्रतिवादिभ्यां तत्र कर्तुः स्मरणात् । ननु श्रोत्रियाः श्रुतौ कर्तारं स्मरन्तीति मृषोद्यम्, श्रोत्रियापशदाः खल्वमी इति चेत् ? ननु युयमाम्नायमाम्नासिष्ट तावत्, ततो “यो वै वेदांश्च प्रहिणोति" इति, "प्रजापतिः सोमं राजानमन्वसृजत् ततस्त्रयो Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy