SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૭ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૦૯/૧૦૦/૧૦૧ /૧૦૨ - રત્નાકરાવતારિકા સામાન્યથી બીજમાત્રનો પ્રતિષેધ સાધ્ય ગણીએ તો આ હેતુ વ્યભિચાર દોષ વાળો બને છે. કારણ કે “જ્યાં જ્યાં અંકુરાનવલોકન હેતુ હોય ત્યાં ત્યાં સર્વત્ર સામાન્યથી બીજ માત્રનો પ્રતિષેધ હોવો જોઈએ તો જ વ્યાપ્તિ થાય, પરંતુ તેવું બનતું નથી. અંકુરાનવલોકન હેતુ સામાન્યબીજ માત્રના પ્રતિષેધ રૂપ સાધ્યને બદલે વધ્યબીજના અસ્તિત્વમાં પણ હોય છે. એટલે હેતુ બીજપ્રતિષેધને બદલે બીજના અસ્તિત્વમાં રહેવાથી સાધ્યાભાવ વવૃત્તિ થશે તેથી વ્યભિચાર આવશે. આવો વ્યભિચાર દોષ ન આવે માટે અહીં સામાન્યબી જમાત્રના પ્રતિષેધ રૂપ સાધ્ય ન સમજવું. પરંતુ અપ્રતિહતશકિતકબીજનો પ્રતિષેધ એ સાધ્ય સમજવું. હવે હેતુ સાધ્યયવૃત્તિ જ થશે, સાધ્યાભાવવવૃત્તિ થશે જ નહીં જેથી વ્યભિચારદોષ આવશે નહીં. ૩-૯૮ कारणानुपलब्धिर्यथा - न सन्त्यस्य प्रशमप्रभृतयो भावास्तत्त्वार्थश्रद्धानाभावात् ॥३-९९॥ હવે ચોથી કારાણાનુપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે આ પુરૂષમાં “પ્રશમ” આદિ ઉત્તમભાવો સંભવતા નથી, કારણ કે તત્ત્વભૂત પદાર્થોની શ્રધ્ધાનો અભાવ છે. ૧૩-૯૯ ટીકા - Dરામામૃતથી મારા તિ પ્રણામસંવે નિર્વેતાનુપાતિચક્ષણનીવપરિણામવિશેષા: તત્ત્વर्थश्रद्धानं सम्यग्दर्शनं तस्याभावः कुतोऽपि देवद्रव्यभक्षणादेः पापकर्मणः सकाशासिद्धयंस्तत्त्वार्थश्रद्धानकार्यभूतानां प्रशमादीनामभावं गमयति ॥३-९९॥ ટીકાનુવાદ : - “પ્રશમ વિગેરે ભાવો જણાતા નથી” એવું જે અહીં અનુમાનમાં કહેવામાં આવ્યું છે ત્યાં પ્રશમ - સંવેગ - નિર્વેદ અનુકંપા અને આસ્તિક્ય સ્વરૂપ જીવના અધ્યવસાય વિશેષ જાણવા. સમતાભાવ તે પ્રશમ, મોક્ષનો અભિલાષ તે સંવેગ, સંસાર ઉપર અરૂચિ તે નિર્વેદ, દુઃખી જીવો ઉપર કરૂણા તે અનુકંપા, અને જિનેશ્વર પરમાત્મા વડે કથિત તત્ત્વો ઉપર રૂચિ તે આસ્તિક્ય આ પાંચે જીવના પરિણામવિશેષ - અધ્યવસાયવિશેષ એટલે કે વિચારધારાવિશેષ છે. તત્ત્વભૂત જીવ-અજીવ આદિ જે સર્વજ્ઞકથિત પદાર્થો છે તેના ઉપર શ્રધ્ધા તે સમ્યગ્દર્શન કહેવાય છે. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં પ્રથમ અધ્યાયના બીજા સૂત્રમાં પૂજ્ય ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्, તે સમ્યગ્દર્શનનો અભાવ આ જીવમાં દેવદ્રવ્યના ભક્ષણ આદિ કોઈને કોઈ વિદ્યમાન પાપકર્મોથી સિદ્ધ થાય છે. જ્યારે આ દેવદ્રવ્યભાગ-ઉન્માર્ગપ્રરૂપાગા-સન્માર્ગનો વિનાશ, જિનેશ્વર-સંઘ આદિની નિંદા-અપમાન ઈત્યાદિ પાપકમોં વિદ્યમાનપાથે દેખાતાં હોવાથી તે જીવમાં સમ્યગ્દર્શનનો અભાવ સિદ્ધ થાય છે. અને સિદ્ધ થતો એવો તે સમ્યગ્દર્શનનો અભાવ જ તત્ત્વાર્થની શ્રદ્ધાના કાર્ય સ્વરૂપ એવા પ્રશમાદિ ભાવોનો પ્રતિષેધ સાબિત કરે છે. સારાંશ કે પ્રશમાદિ ભાવોનું અવિરૂદ્ધ કારાગ તત્વાર્થની શ્રદ્ધા રૂપ સમ્યગ્દર્શન છે. તે અવિરૂદ્ધ કારણની દેવદ્રવ્યભક્ષણાદિથી અનુપલબ્ધિ જણાય છે. તેથી પ્રશમાદિ ભાવોના કારાગોની અનુપલબ્ધિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy