________________
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૭૭
ध्वनिः, परिणतिमान्, प्रयत्नानन्तरीयकत्वात् यः प्रयत्नानन्तरीयकः, स परिणतिमान्, यथा स्तम्भः । यो वा न परिणतिमान् स न प्रयत्नानन्तरीयकः यथा वान्ध्येयः । प्रयत्नानन्तरीयकश्च ध्वनिः, तस्मात् परिणतिमानिति व्याप्यस्य साध्येनाविरुद्धस्योपलब्धिः साधर्म्येण वैधर्म्येण च ॥ ३-७७ ॥
હવે મન્દમતિ વાળા જીવોની વ્યુત્પત્તિ માટે (બુદ્ધિવિકાસ માટે) સાધર્મ અને વૈધર્મ દૃષ્ટાન્ત સમજાવવા દ્વારા પ્રતિજ્ઞા આદિ પાંચ અવયવ વાળી વ્યાપ્ય (સ્વભાવ) અવિરૂદ્ધોપલબ્ધિ નામનો પ્રથમ હેતુ જણાવે છે.
શબ્દ (પક્ષ), પરિણતિવાળો છે. પરિવર્તનવાળો છે અર્થાત્ ઉત્પત્તિવાળો છે. અનિત્ય છે (સાધ્ય), પ્રયત્ન વડે જન્ય હોવાથી (હેતુ), જે જે પ્રયત્નજન્ય હોય છે તે પરિણતિવાળા (અનિત્ય) હોય છે જેમ કે સ્તંભ, આ સાધર્મ દ્રષ્ટાન્ત છે એટલે અન્વયવ્યાપ્તિ કહેવાય છે.
૪૮૧
જે જે અનિત્ય નથી તે તે પ્રયત્નજન્ય પણ સંભવતું નથી જેમ કે વધ્ધાપુત્ર, (અથવા આકાશ) આ વૈધર્મ દ્રષ્ટાન્ત છે એટલે વ્યતિરેક વ્યાપ્તિ કહેવાય છે.
રત્નાકરાવતારિકા
શબ્દ એ પ્રયત્નજન્ય છે આ ઉપનયવાક્ય છે. તેથી અવશ્ય પરિણતિમાન્ (અનિત્ય) જ છે આ નિગમનવાક્ય છે. આ પ્રમાણે વ્યાખની (એટલે કે સ્વભાવહેતુની) સાધ્યની સાથે અવિરૂદ્ધઉપલબ્ધિતા સાધર્મ અને વૈધર્મ દૃષ્ટાન્ત દ્વારા સિદ્ધ થઈ. ॥૩-૭૭ાા
ટીકા :- મત્ર ધ્વનિ: રિતિમાનિતિ સાધ્યધર્મવિશિષ્ટયમ્નમિયાના પ્રતિજ્ઞા । પ્રયન્તાનન્તરીયાत्वादिति हेतुः । यः प्रयत्नानन्तरीयक इत्यादी तु व्याप्तिप्रदर्शनपूर्वौ साधर्म्यवैधर्म्याभ्यां स्तम्भवान्ध्येयरूपौ दृष्टान्तौ । प्रयत्नानन्तरीयकश्च ध्वनिरित्युपनयः । तस्मात् परिणतिमान् इति निगमनम् ।
I
यद्यपि व्याप्यत्वं कार्यादिहेतूनामप्यस्ति, साध्येन व्याप्यत्वात् । तथाऽपि तन्नेह विवक्षितम्, किन्तु साध्येन तदात्मीभूतस्याकार्यादिरूपस्य प्रयत्नानन्तरीयकत्वादेः स्वरूपमित्यदोषः ॥ ३-७७॥
ટીકાનુવાદ :- આ સૂત્રમાં સાધ્યની સાથે હેતુની અવિરૂદ્ધોપલબ્ધિતા વ્યાપ્યરૂપે - સ્વભાવહેતુ રૂપે જણાવી છે. તેનું આ દૃષ્ટાન્ત છે. તેમાં મંદ મતિવાળા જીવોની વ્યુત્પત્તિનિમિત્તે ન્યાયશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં પ્રતિજ્ઞા-હેતુ-ઉદાહરણ-ઉપનય અને નિગમન એમ પાંચ અવયવો સમજાવવા પૂર્વક આ અવિરૂદ્ધોપલબ્ધિ સમજાવે છે.
આ પ્રથમ પ્રતિજ્ઞા
(૧) ‘‘શબ્દ એ પરિણતિવાળો છે - ઉત્પત્તિવાળો છે અર્થાત્ અનિત્ય છે’’ વાક્ય.છે. જે સાધ્ય સાધવાનું હોય તેનાથી યુક્ત એવા ધર્મીનું એટલે પક્ષનું જે પ્રતિપાદન કરવું તેને પ્રતિજ્ઞા કહેવાય છે. ન્યાય શાસ્ત્રમાં ‘સાધ્યવિશિષ્ટ પક્ષપ્રતિપાવવનું પ્રતિજ્ઞા સાધ્યથી યુક્ત એવા પક્ષને પ્રતિપાદન કરનારૂં જે વચન તે પ્રતિજ્ઞા. એમ કહેલ છે જેમ કે પર્વતો હિમાન્
=
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org